ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓલપાડ અને માંગરોળ તાલુકામાં અગમ્ય કારણોસર 24 કલાકમાં બે મહિલાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું - આપઘાત

સુરતના ઓલપાડ અને માંગરોળ તાલુકામાં અગમ્ય કારણોસર 24 કલાકમાં બે મહિલાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. જેમાં પાલોદમાં 33 વર્ષીય મહિલા અને સોંદલામીઠામાં 44 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો હતો.

ઓલપાડ અને માંગરોળ તાલુકામાં અગમ્ય કારણોસર 24 કલાકમાં બે મહિલાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
ઓલપાડ અને માંગરોળ તાલુકામાં અગમ્ય કારણોસર 24 કલાકમાં બે મહિલાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2023, 4:14 PM IST

સુરત : માંગરોળ તાલુકાના પાલોદ ગામ ખાતે મહેસાણા બિલ્ડિંગના રૂમ નંબર 17 રહેતી એક પરિણીતા પોતાના ઘરમાં અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું હતું. તેમજ ઓલપાડ તાલુકાના સોદલામીઠા ગામ ખાતે પણ એક 44 વર્ષીય મહિલાએ પણ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હતું. આમ છેલ્લા 24 કલાકમાં બે આપઘાતના બનાવો સામે આવ્યાં હતાં.

પાલોદમાં મહિલાએ જીવન ટૂંકાવ્યું : સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લામાં વધુ આપઘાતના બનાવો સામે આવ્યો છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામની સીમમાં આવેલ મહેસાણા બિલ્ડિંગના રૂમ નબર 17માં કુસુમ મહેશભાઈ પ્રજાપતિએ કોઈ અગમ્ય કારણોસર રસોડામાં જીવન ટુંકાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ મહેશભાઈ સેવારામ પ્રજાપતિએ કોસંબા પોલીસને કરતા કોસંબા પોલીસ મથકના ASI નલીનભાઈ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

પાલોદ ગામે એક 33 વર્ષીય મહિલાએ આપઘાત કર્યો હતો. બનાવને પગલે અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ઘટના સ્થળની તપાસ કરી મૃતક મહિલાના પરિવારજનોના નિવેદનો લીધા હતાં. કયા કારણોસર મહિલાએ આપઘાત કર્યો એ હજુ જાણવા મળ્યું નથી, આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે...નલીનભાઈ (એએસઆઈ, કોસંબા પોલીસ મથક )

ઓલપાડ તાલુકામાં પણ એક મહિલાએ આપઘાત કર્યો : અન્ય આપઘાત બનાવની વાત કરી એ તો ઓલપાડ તાલુકાના સોંદલામીઠા ગામની સીમમાં નરસિંહ ભાઈ લાલજીભાઈ માવાણીના રાધે ફાર્મ હાઉસમાં 44 વર્ષીય શાંતાબેન દેવજીભાઈ ગમાર જેઓ ફાર્મ હાઉસના આગળના રૂમમાં જઈ જીવન ટુંકાવ્યું હતું.આ મહિલાએ કયા કારણસર આપઘાત જેવું અંતિમ પગલું ભર્યું તે વિશે કોઇ ચિઠ્ઠી હજુ પોલીસને મળી નથી. સમગ્ર ઘટનાની ઓલપાડ પોલીસને કરવામાં આવતા ઓલપાડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  1. Surat News : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરે બીજા ડોકટરની નજર સામે આપઘાતનો પ્રયાસ કર્યો
  2. surat woman suicide: બે વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરેલી બ્યુટિશિયન યુવતીનો આપઘાત, મૃતક પરિણીતાના પતિ અને સાસુની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details