અમરોલી પોલીસમાં ત્રણ આરોપી સામે ફરિયાદ નોંધાઇ સુરત : સુરતના અમરોલી વિસ્તારમાં મારામારી કરવાની ના કહેતા શેરડી રસના સીચોડા માલિક અને તેમના ભાગીદારોને ઢોર માર મરાયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ છે. જ્યારે ત્રણ લોકો સામે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે.
સીચોડા પર તોડફોડ : સુરત શહેરના અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં શેરડીના રસના રીસોડા પર થયેલ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. વીડિયોમાં જોવા મળે છે કે કેટલાક લોકો અન્ય લોકોને માર મારી રહ્યા છે અને રસના સીચોડા પર તોડફોડ કરવામાં આવી રહી છે. અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરના છાપરાભાટા રોડ વિસ્તારમાં મહિપત ડેર અને તેમના ત્રણ ભાગીદારો શેરડીના રસનો સીચોડો ચલાવે છે.
આ પણ વાંચો Navsari Crime: કારમાંથી બહાર આવવાનું કહેતા જ ઉશ્કેરાયેલા યુવાનોએ દંડાવાળી કરી
મારામારીની શરુઆત : શેરડીના રસના સીચોડા પર એક વ્યક્તિને અન્ય બે લોકો માર મારી રહ્યા હતા. ત્યારે રસના સીચોડાના માલિકે તેમને મારામારી કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા લોકોએ રસના સીચોડાના માલિક અને તેમના ભાગીદારોને ઢોરમાર મારવાની શરૂઆત કરી દીધી હતી. એટલું જ નહીં ત્યાં તોડફોડ પણ કરવામાં આવી હતી. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ મોબાઇલમાં વિડીયો ઉતારવાની શરૂઆત કરી દીધી હતી.
લાકડાના ફટકા અને ફાવડા માર્યાં :મેટર વચ્ચે ન આવ તારીખ 23મી માર્ચના રોજ રાત્રે 9:00 વાગે બનેલી આ ઘટનામાં માલિક મહિપતે ત્રણેય લોકોને મારામારી કરવાની ના પાડી હતી. ત્યારે મારામારી કરી રહેલા લોકોએ મહિપતને કહ્યું હતું કે તું અમારી મેટર વચ્ચે નહીં આવ. તું મને ઓળખતો નથી હું ચેતન રબારી છું. એટલું જ નહીં આ કહીને તે મહિપતને ગાળો આપવા લાગ્યા હતા. એ જ સમયે અન્ય વ્યક્તિએ જણાવ્યું હતું કે હું વિપુલ રબારી છું તું વચ્ચે નહીં આવ. એ જ સમયે મહિપતના ભાઈ અને ત્રણ ભાગીદારો ત્યાં આવી જતા વિવાદ વધ્યો હતો અને વિપુલ રબારી અને ચેતન રબારીના લોકોએ લાકડાના ફટકા અને ફાવડા વડે મહિપત અને તેમના ભાગીદારોને ઢોર માર માર્યા હતા.
આ પણ વાંચો કૃષ્ણનગરમાં અસમાજિક તત્વોનો આતંક, મારામારી વાહનોની તોડફોડ કરનાર ઝડપાયા
ત્રણ લોકો સામે ફરિયાદ : આ સમગ્ર મામલે અમરોલી પોલીસ મથકના પીએસઓ દિલીપભાઈએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત મહિપત અને તેમના ભાગીદારોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમામને માથાના ભાગે ઇજા થઈ છે. ત્રણ લોકો સામે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં ચેતન રબારી વિપુલ રબારી અને ભરત રબારી સામેલ છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે.