ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: SOG એ સરથાણા વિસ્તારમાંથી શખ્સને પિસ્તોલ તથા બુલેટ્સ સાથે પકડ્યો

સુરત SOG પોલીસે સરથાણા વિસ્તારમાંથી (Surat Crime branch) એક ઈસમને પિસ્તોલ અને જીવતા કારતો સાથે ઝડપી પડ્યો છે. પોલીસએ બાતમી મળી હતી. બાતમીના આધારે તપાસ કરતા આરોપી ઝડપાયો હતો.

Surat News: SOG પોલીસે સરથાણા વિસ્તારમાંથી એક ઈસમને પિસ્તોલ અને જીવતા કારતો સાથે ઝડપી પાડ્યો
Surat News: SOG પોલીસે સરથાણા વિસ્તારમાંથી એક ઈસમને પિસ્તોલ અને જીવતા કારતો સાથે ઝડપી પાડ્યો

By

Published : Jan 23, 2023, 12:05 PM IST

SOG પોલીસે સરથાણા વિસ્તારમાંથી એક ઈસમને પિસ્તોલ અને જીવતા કારતો સાથે ઝડપી પાડ્યો

સુરત:શહેરના સરથાણા વિસ્તારમાંથી SOG પોલીસે (Sog Surat operations) જસ્મીન વ્રજલાલભાઈ ફાચરા નામના ઇશમને પિસ્તોલ અને પાંચ નંગ જીવતા કાર્ટીસ સાથે ઝડપી પડ્યો હતો. હાલ તો SOG પોલીસે આ પિસ્તોલ કોની છે. ક્યાંથી લાવ્યો હતો. તે બાબતો અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat Girl Child Molest Case : બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપીને 7 વર્ષની સજા

હત્યાના ગુન્હાઓ:સુરત શહેરમાં દિવસે ને દિવસે હત્યાના ગુન્હાઓ વધી રહ્યા છે. તેને અંકુશમાં લાવા માટે સુરત પોલીસ સતત નાઈટ કોમ્બિન્ગ કરી ઘાતક હથિયારો ઝપ્ત કરી કાર્યવાહી કરી રહી છે. ત્યારે શહેર પોલીસની SOG ટીમને બાતમી મળી હતી કે, એક કારમાં એક યુવક પોતાની સાથે પિસ્તોલ રાખે છે. SOG એ ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી સરથાણા વિસ્તારમાં આવેલા રાજહંસ સ્વપ્નિલ એપાર્ટમેન્ટ પાસેથી એક કાર પસાર થઇ રહી હતી.

તલાશી લીધી:અટકાવી પોલીસે કારની તલાશી લીધી હતી. પોલીસને કારમાંથી પિસ્તોલ અને તેં સાથે જ 5 બુલેટ્સ આવ્યા હતા. જેથી પોલીસે કાર ચલાવતા જસ્મિન વ્રજલાલ ફચરાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.એમ પોલીસ દ્વારા વરના કાર મળી કુલ 5.65.500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. તથા હેઠળ ગુનો દાખલ કરી સરથાણા પોલીસ સ્ટેશન તપાસ સોપી આપેલ છે.

સુરત પોલીસ:આ બાબતે સુરત પોલીસના ડીસીપી રાજદીપસિંહ નકુમએ જણાવ્યું કે,ગઈકાલે અમારી SOG ની ટીમ જયારે વૉચમાં હતી ત્યારે તેમને એક માહિતી મળી હતી કે,એક ગાડી ની અંદર એક ઈસમ ગેરકાયદેસર હથિયારો સાથે ફરી રહ્યો છે.પોલીસે એ ગાડી ચેક કરતા ઇશમ જસ્મિન વ્રજલાલ ફચરા પાસે ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું હતું અને એની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે, વાઈટ હાઉસ ઓયો હોટલ છે. જેનો માલિક પાર્થ ભાણું તો આ હથિયાર એમનું છે.એટલે તેમને હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો Surat Crime News: નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને તરછોડીને માતા ફરાર

બંદૂક રાખી:વધુમાં જણાવ્યુંકે, પૂછપરછમાં જાણવા મળિયુંકે, એક દિલીપ કરીને વ્યક્તિ હતો.તેણે લોકડાઉંન પહેલા આ હથિયાર આપ્યું હતું.જેઓ નું મૃત્યુ થઇ ગયું છે.હાલ તો આજ હક્કીકતો જાણવા મળી છે. આગળની તપાસ ચાલુ છે.જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેં વાઈટ હાઉસ નામની હોટલ ચલાવે છે.અને હોટલ છે એટલે આ બંદૂક રાખી હતી.

ABOUT THE AUTHOR

...view details