હજી એક આરોપી પકડવાનો બાકી સુરત : સુરતના કડોદરાના સત્યમ નગર ખાતે રહેતા 12 વર્ષના માસૂમ બાળકની હત્યા પ્રકરણમાં ગત રોજ ત્રણ આરોપીની બિહારથી ધરપકડ કરાઇ હતી. જે બાદ બાદ મુખ્ય સૂત્રધાર સોનુને પણ સુરત જિલ્લા પોલીસે ઉત્તર પ્રદેશ એસટીએફની મદદથી દેવરિયા જિલ્લાના ડોગલી ગામેથી ઝડપી લીધો હતો.
12 વર્ષના બાળકનું અપહરણ બાદ હત્યાના કેસમાં પાંચમા આરોપીને ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાથી સુરત ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશ એએસટીએફની મદદથી પકડી લીધો છે. તમામ આરોપીની પૂછપરછ કરી તેમના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી એ બાબતે પણ કડક કાર્યાવહી કરવામાં આવશે. સાથે આરોપીઓને સખતમાં સખત સજા થાય તે માટે પોલીસના પ્રયાસો છે...એચ.એન. રાઠોડ (બારડોલી ડીવાયએસપી)
બિહારથી સગીર સહિત ત્રણ પકડાયા હતાં :સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરાના સત્યમનગરમાં રહેતા અમરેન્દ્ર ઉર્ફે શિવમનું ગત 8મી સપ્ટેમ્બરના રોજ અપહરણ કરી 15 લાખની ખંડણી માગ્યા બાદ આ બાળકની હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓને પકડવા સુરત જિલ્લા પોલીસની અલગ અલગ ટીમ બનાવી બિહાર તેમજ ઉત્તરપ્રદેશમાં તપાસ માટે રવાના કરાઇ હતી. આ ગુનામાં ઉમંગ નામના આરોપીની પ્રથમ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મોનુ યાદવ તથા અન્ય બે સગીરને ગત રોજ બિહારથી ઝડપી લીધા હતા.
સોનુ યાદવ ઉત્તરપ્રદેશથી પકડાયો :જ્યારે સોનુ યાદવની ઉત્તર પ્રદેશ એસટીએફની મદદ લઈ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના ડોગલી ગામથી દબોચી લેવામાં આવ્યો હતો. સુરત પોલીસ આરોપીનો કબજો લઈ સુરત આવવા માટે રવાના થઈ ગઈ છે. બિહાર અને ઉત્તર પ્રદેશથી પકડાયેલા આરોપીને અહીં લાવ્યા બાદ કઈ રીતે શિવમનું અપહરણ કર્યું અને કઈ રીતે હત્યા કરાય તે સમગ્ર હકીકત બહાર આવે તેમ છે.
ખાતાકીય તપાસના એંધાણ : બીજી તરફ પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી ખાતાકીય તપાસમાં હજુ પણ કેટલાક પોલીસકર્મીઓ પર ખાતાકીય પગલાંના એંધાણ વર્તાઇ રહ્યા છે. સોનું અને મોનુ દારૂનો વેપાર કરતાં હોવાથી આ બાબતે ગંભીર પડઘા પડ્યાં છે.
- Surat Crime News : અપહરણ-હત્યા પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓએ થોડા દિવસ પહેલા કર્યો હતો કાંડ
- Kadodara PI Transfer: કડોદરાના PI સસ્પેન્ડ થતાં તેની જગ્યાએ આવેલ નવા PIની 24 કલાકમાં જ બદલી
- Surat Crime : કડોદરામાં વિદ્યાર્થીના અપહરણ અને હત્યા મામલે આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન, પોલીસે અન્ય રાજ્યમાં પણ ટીમો દોડાવી