સીસીટીવીના આધારે આરોરી ઓળખાયો હતો સુરત : ગત તારીખ 9 એપ્રિલના રોજ પડાવમાં સુતેલી બાળકીને ઉઠાવી ખુલ્લા ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચરનાર નરાધમ ટ્રક ચાલકને ગણતરીના દિવસો કોસંબા પોલીસે દબોચી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે ગત તારીખ 9 એપ્રિલના રોજ 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી.
આરોપીની સઘન શોધખોળ કરાઇબાળકી સાથે દુષ્કર્મની ઘટનાને લઈને કોસંબા પોલીસ,LCB,SOG સહિતની એજન્સીઓ કામે લાગી ગઈ હતી અને નરાધમ આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કોસંબા પોલીસે બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી વિકાસ શ્યામજીત યાદવને મુંબઈથી દબોચી લીધો હતો અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો Surat Crime : માંગરોળના મોટા બોરસરામાં ટ્રકચાલકે બાળકી પર દુષ્કર્મ આચર્યું, આરોપીની કડી મળી
સીસીટીવીના આધારે આરોપીની ઓળખ થઈ ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ સહિત જિલ્લા LCB,SOG પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ઘટના સ્થળ પાસે આવેલી કંપનીઓના સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવતા આરોપી એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેથી પોલીસને આરોપીના કોલર સુધી પહોંચી રહેવામાં આસાની રહી હતી, સીસીટીવી ફૂટેજમાં નરાધમ આરોપી બાળકીને ઉઠાવીને લઈ જતા દ્ર્શ્યો પણ કેદ થયા હતાં.
આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં ત્રણ દિવસમાં ત્રીજી દુષ્કર્મની ઘટનામાં પાંચ વર્ષની બાળકી બની ભોગ, સગીર આરોપીની ધરપકડ
કઈ રીતે બન્યો હતો બનાવ ?સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામે ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ છે. શિવ ઇન્ડસ્ટ્રીઝની પાછળની ખુલ્લી જગ્યામાં કડિયા કામની મજૂરી સાથે સંકળાયેલા મજૂરોનો પડાવ આવેલો છે. આ એરિયામાં રહેતા એક મધ્યપ્રદેશના પરિવારમાં થોડા દિવસ પહેલા નવજાત શિશુને સાચવવા વતનમાંથી 10 વર્ષની બાળકી આવી હતી અને તે 9 એપ્રિલના રોજ પરિવારના બાળકો સાથે સૂતી હતી. તે દરમિયાન એક ઇસમ પડાવમાં આવ્યો હતો અને તેઓએ સગીરાનું મોઢું દબાવીને બાળકીને ઉઠાવી નજીકમાં આવેલ ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને ખુલ્લા ખેતરમાં મૂકી ભાગી ગયો હતો. સગીરા રડતી રડતી ઘરે આવી હતી અને તેઓએ સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતાં પરિવારે કોસંબા પોલીસનો સંપર્ક કરતા કોસંબા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સગીરાની હાલત ગંભીર હોવાથી તેઓને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.