જોખમી સ્ટંટ કરનાર કિશોરના પિતા સામે કાર્યવાહી સુરત : સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જોખમી રીલ બનાવનાર કિશોરના પિતા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના રાંદેર વિસ્તાર ખાતે આવેલા જીલાની બ્રિજ ઉપર સર્પાકાર અને જોખમી રીતે મોપેડ ચલાવનાર કિશોરના પિતા સામે કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ વીડિયોના આધારે રાંદેર પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણેય કિશોરોને શોધી કાઢી મોપેડના માલિક પિતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
જીલાની બ્રિજ ઉપર સર્પાકાર અને જોખમી રીતે મોપેડ ચલાવી રહેલા ચોરો અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. મોપેટ નંબરના આધારે મૂળ માલિક સુધી પહોંચ્યા હતા. કિશોર હોવાથી મોપેટના માલિક અને એક કિશોર ના પિતા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેઓએ પોલીસને વિશ્વાસ આપ્યો છે કે ભવિષ્યમાં આવી ઘટના નહીં બનશે અને અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે પોતાના બાળકોને આવી રીતે વાહનની ચાવી ન આપે...એ. એસ. સોનારા(ઇન્સ્પેક્ટર, રાંદેર પોલીસ મથક)
નંબરના આધારે મૂળ માલિક સુધી પહોંચ્યા :હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં એક એક્સેસ મોપેડ પર ચંદ્રકાંત આઝાદ એટલે જીલાની બ્રિજ ઉપરથી ત્રણ સવારી મોપેડ ચાલક પૂર ઝડપે અને જીવના જોખમેં ગફલતરીતે સર્પાકાર ચલાવી રહ્યો હતો. આ લોકો જીવ જોખમાય અને દુર્ઘટના થાય તે રીતે મોપેડ ચલાવી રહ્યા હતા. જેથી આ બાબતે તપાસ રાંદેર પોલીસે કરી હતી અને ત્યારબાદ આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. વીડિયોમાં જે મોપેડ ગાડીનો નંબર જોવા મળ્યો તેના આધારે માલિકની ઈ ગુજકોપમાંથી માહિતી મેળવી રાંદેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સ્ટેશનની બહાર માફી માગી : રાંદેર પોલીસે મોપેડના માલિક જહેરઉદ્દીન હાફીઝુદ્દીન શેખ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમના પુત્ર અને તેના બીજા અન્ય મિત્રો કે જેમની ઉંમર 13 અને 15 વર્ષ છે, તેઓ જીલાની બ્રિજ ઉપર સર્પાકાર આકારમાં મોપેડ ચલાવી રહ્યા હતા. જો મોપેડ સ્લીપ થાય તો બસ નીચે આવી જાય અને મોત નીચે તેવી ઘટના પણ બની શકતી હતી. કાર્યવાહી બાદ પુત્રના કૃત્યને લઈ પિતાએ પોલીસ સ્ટેશનની બહાર માફી પણ માંગી છે અને જણાવ્યું હતું કે ભવિષ્યમાં તેમનો પુત્ર આવું કૃત્ય નહીં કરે. અગાઉ આવી ઘટના અવારનવાર સુરત શહેરમાં બનતી રહી છે. હાલમાં જ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે પણ રીલ બનાવનાર યુવાનો સામે કાર્યવાહી હાથ ધરી હતી.
- ISKCON Bridge Accident Case: ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલના વકીલે કેમ માંગી માફી?
- Surat Crime : સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે બાઈક પર સ્ટંટ કરનાર બે લોકોની ઉમરા પોલીસે ધરપકડ કરી
- Ahmedabad Viral Video: મણિનગરમાં ચાલુ બાઈકે સ્ટંટબાજી પડી ભારે, પોલીસ કરી ધરપકડ