સુરત:સાત વર્ષ પહેલા પોલીસ સ્ટેશનમાંથી રિમાન્ડ દરમિયાન જાપ્તામાંથી નાસી ગયેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી છે. આરોપી વર્ષ 2016 માં ડુમ્મસ પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. સાત વર્ષથી સુરત પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. આખરે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સ્પેશિયલ ડ્રાઈવ:સુરત પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જેમાં વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. કેટલાક એવા છે જે વર્ષોથી પોલીસના સકંજામાંથી નાસી ગયા હતા. આવા જ એક આરોપીની રાજસ્થાનથી સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમએ ધરપકડ કરી છે. વર્ષ 2016 માં 28 વર્ષીય મુદ્દીનખાન દીન ખાન પઠાણ સુરત શહેરના ડુમસ વિસ્તારમાં ટ્રાન્સફોર્મર માંથી ઓઇલ અને કોપરની ચોરી કરતા ઝડપાયો હતો. તેની ઉપર 31,240 ની ચોરી ફરીયાદ દાખલ થઈ હતી. ડુમસ પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી. તે દરમિયાન આરોપી પોલીસ જાપતામાંથી નાસી ગયો હતો.
આ પણ વાંચો Surat Luxury Buses Issue: મુસાફરોનો કસ કાઢયા બાદ ફરીથી પ્રાયવેટ બસને પ્રવેશ
રિમાન્ડ મેળવ્યા:ડીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર લલિત વાઘડીયાએ જણાવ્યું હતું કે,આરોપી છેલ્લા સાત વર્ષથી વોન્ટેડ હતો અને અમરોલી વિસ્તારમાં છૂટક મજૂરી કરતો હતો અમરોલી થી ડુમ્મસ આવીને તેને ટ્રાન્સફોર્મર માંથી ઓઇલ અને કોપરની ચોરી કરી હતી આ બાબતે તેની ડુમસ પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં તેને રજૂ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા. આ સમગ્ર મામલે આરોપીની પૂછપરછ ચાલી રહી હતી.
આ પણ વાંચો Surat Crime: ટોપ ટેન મેડિકલ કૉલેજમાં એડમિશનના નામે છેતરપિંડી કરનારો ભેજાબાજ એન્જિનિયર ઝડપાયો
એકત્ર કરવામાં આવી:તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે તે પોલીસ કસ્ટડીમાં હતો ત્યારે તેને જમવા માટે બહાર કાઢવામાં આવ્યો હતો. તે દરમિયાન આરોપીએ પોલીસની નજર ચૂકવી પોલીસ સ્ટેશન થી નાસી ગયો હતો. આરોપીની ધરપકડ રાજસ્થાનથી કરવામાં આવી છે. છેલ્લા સાત વર્ષથી તે ક્યાં હતો. અને શું કરી રહ્યો હતો તે અંગેની પણ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ આરોપીઓની લિસ્ટ એકત્ર કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેમાં વોન્ટેડ આરોપીઓની ધરપકડ આ લિસ્ટ પ્રમાણે કરવામાં આવી રહી છે.