ગુજરાત

gujarat

અલગ અલગ રાજ્યોમાં 70 થી પણ વધુ ગુનાઓ કરનારા ચીખલીગર ગેંગના બે આરોપીની ધરપકડ, કેવા ભયાનક ગુનાખોર છે જાણો

By

Published : Apr 28, 2023, 2:26 PM IST

સુરત પોલીસે અલગ અલગ રાજ્યોમાં 70થી પણ વધુ ગુનાઓને અંજામ આપનાર ચીખલીગર ગેંગના બે આરોપીની ધરપકડ કરી હતી. ભયાનક ગુનાખોર રાહુલ ઉર્ફે પંડિતસિંહ બંજારા અને અર્જુનસિંહ ચીકલીગર નામના બે ચોર સામે અલગ અલગ રાજ્યમાં ધાડ- લૂંટ,ઘરફોડ ચોરી, ખૂનની કોશિશ, અપહરણ, પોલીસ ઉપર હુમલા ,છેડતી તેમજ મારામારી જેવા ગુના નોંધાયેલા છે.

અલગ અલગ રાજ્યોમાં 70 થી પણ વધુ ગુનાઓ કરનારા ચીખલીગર ગેંગના બે આરોપીની ધરપકડ, કેવા ભયાનક ગુનાખોર છે જાણો
અલગ અલગ રાજ્યોમાં 70 થી પણ વધુ ગુનાઓ કરનારા ચીખલીગર ગેંગના બે આરોપીની ધરપકડ, કેવા ભયાનક ગુનાખોર છે જાણો

70થી પણ વધુ ગુનાઓ કરનાર પકડાયા

સુરત : 10, 20 કે 30 નહીં પરંતુ મહારાષ્ટ્ર ,રાજસ્થાન, ગુજરાત તેમજ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 70 થી પણ વધુ ગુનાઓને અંજામ આપનાર આરોપીની સુરત ખટોદરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ અલગ અલગ રાજ્યમાં ધાડ- લૂંટ,ઘરફોડ ચોરી, ખૂનની કોશિશ, અપહરણ, પોલીસ ઉપર હુમલા ,છેડતી તેમજ મારામારી જેવા 70 થી વધુ ગંભીર ગુનાઓને આચરનાર ભયાનક ગુનાખોર, રીઢા અને ખૂંખાર ગેંગને ખટોદરા પોલીસે ઝડપી પાડી હતી.

વોચ ગોઠવીને બંને આરોપીઓને ઝડપી લીધાં : સુરત શહેરના ખટોદરા, ઉધના અને પાંડેસરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ઘરફોડ ચોરીના બનાવો બની રહ્યા હતા.જે બનાવોને લઈને તમામ પોલીસને એલર્ટ કરવામાં આવી હતી એ દરમિયાન ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી અને વાહન ચોરીનો રીઢો અને ખૂંખાર ગેંગના બે સાગરીતો હાલ ગાંધી કુટીર પાસે આવેલી ખાડી રોડ ઉપરથી પસાર થવાના છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેની પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ મોટરસાયકલ મળી કુલ 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો Ahmedabad Crime News : દિવાળીના સમયગાળા દરમિયાન અનેક ઘરફોડ ચોરી કરનાર ચીખલીગર ગેંગનો આરોપી ઝડપાયો

10 લાખનો મુદ્દામાલ કબજે : આરોપીઓ પાસે થી મોટરસાયકલ ,રોકડ રકમ તેમજ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન તેઓએ પોતાનું નામ રાહુલ ઉર્ફે પંડિતસિંહ બંજારા તથા અર્જુનસિંહ ચીકલીગર જણાવ્યું હતું. આ બંને આરોપીઓએ થોડા સમય પહેલા જ ખટોદરા અને ઉધના વિસ્તારમાં ઘરફોડ ચોરી તેમજ વાહન ચોરીને અંજામ આપી ચૂક્યા હોવાની કબૂલાત કરી હતી.

બંધ ઘરનો લાભ ઉઠાવી ચોરી : વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં આ બંને ચોર ઇસમો અલગ અલગ સોસાયટીઓમાં ફરતા હતા, જ્યાં બંધ ઘરનો લાભ ઉઠાવીને તેના દરવાજાનો લોક તીક્ષ્ણ સાધન વડે તોડી નાખી ઘરમાં પ્રવેશતા હતા અને બાદમાં ચોરી કરી ભાગી છુટતા હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.પોલીસ પૂછપરછમાં અન્ય હકીકત સામે આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.

આ પણ વાંચો સુરતમાં પોલીસ આરોપીઓ વચ્ચે ફિલ્મી દ્રશ્યો, જૂઓ વીડિયો

બે કિલો સોનું અને એક કિલો ચાંદીની ચોરી : ડીસીપી સાગર બાગમારે જણાવ્યું હતું કે, બે પૈકી આરોપી રાહુલ ઉર્ફે પંડિતસિંહ બંજારા કુલે 70 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. થોડા સમય પહેલા જ રાજસ્થાન પોલીસે બે કિલો સોનું અને એક કિલો ચાંદી સાથે તેને ઝડપી પાડ્યો હતો .જ્યારે અન્ય આરોપી અર્જુનસિંહ કુલ્લે 25 જેટલા ગુનાઓમાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details