ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ સુરતઃ કેવડી ગામમાં કરિયાણાના વેપારીની દુકાનમાંથી સબસિડીવાળું ખાતર અને નીમ કોટેડ યુરિયાની કુલ 234 બેગ્સ ઝડપાઈ છે.આ ખાતરની કુલ કિંમત 1,28,790 રૂપિયા જેટલી થાય છે. આ ખાતરનો ગેરકાયદેસર સંગ્રહ અને વેપાર કરવામાં આવતો હતો. વેપારી ખાતરના કાળાબજાર કરતો હતો. ખેતી વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર ખાતરના જથ્થાનું ઊંચા ભાવે વેચાણ કરવા બદલ વેપારી સામે ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ખેતી વિભાગનું સંયુક્ત ઓપરેશનઃ ખેતી વિભાગના અધિકારી આર. ટી. બલદાણીયા(કામરેજ), વી. આર. કોરાટ (ઓલપાડ) તેમજ એલ. એમ. ઈટાલિયા(બારડોલી)ની સંયુક્ત ટીમે ઉમરાપાડાના કેવડી ગામે કરિયાણાના વેપારી ધર્મેશભાઈ જગદીશચંદ્ર મોદી તથા તેમના સબંધી જીતેન્દ્રભાઈ હિરાલાલભાઈ મોદીના ઘર, દુકાન તમજ ગોડાઉનમાં રેડ કરી હતી. તપાસ કરતા વિવિધ પ્રકારના સબસિડીયુકત, ખેતવપરાશના તેમજ નીમ કોટેડ યુરિયાની ૪૫ થી ૫૦ કિલોગ્રામ વજનવાળી કુલ ૨૩૪ બેગ ઝડપાઈ હતી. જેની કુલ કિંમત ૧,૨૮,૭૯૦/- જેટલી થાય છે.
ખાતરના કાળાબજાર મુદ્દે ઉમરપાડા તાલુકા ખેતીવાડી અધિકારી રાકેશ ભાઈ વસાવાએ ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે ઉમરપાડા પોલીસ તપાસ કરી રહી છે...એ.ડી. સાબડ(PSI, ઉમરપાડા પોલીસ સ્ટેશન)
પોલીસ ફરિયાદની વિગતોઃ આરોપીઓ બેગોમાં શંકાસ્પદ યુરિયાનો જથ્થા સંદર્ભે સંતોષકારક ખુલાસો આપી શક્યા ન હતા. તેથી ખેતી વિભાગના અધિકારીઓએ ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી. આરોપીઓમાં ધર્મેશ જગદીશચંદ્ર મોદી અને તેમના પત્ની જશોદાબેન, પુષ્પાબેન જગદીશચંદ્ર મોદી, જીતેન્દ્ર હિરાલાલ મોદીનો સમાવેશ થાય છે. આ ખાતરનો જથ્થો સપ્લાય કરનાર અજાણ્યા વ્યક્તિઓ/સંસ્થા સામે પણ ફરિયાદ કરવામાં આવી છે.સરકારના સબસિડીયુકત ખાતર અને નીમ કોટેડ યુરિયાના ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર સંગ્રહ અને કાળા બજાર કરી ઊંચા ભાવે વેચાણ કરવા બદલ ઉમરપાડા પોલીસે ફરિયાદ નોંધી તપાસની કાર્યવાહી હાથ ધરી છે.
- Surat Crime: પોલીસે ISI એજન્ટ દિપક સાળુંખે સામે કોર્ટમાં દાખલ કરી 2100 પાનાની ચાર્જશીટ
- Surat Crime ફ્રી ફાયર ગેમના કારણે કિશોરે ગુમાવ્યો જીવ, મિત્રએ ભાઈ સાથે મળી માર્યો ઢોર માર