પાંડેસરામાં એક ઔદ્યોગિક યુનિટમાં ખોટી રીતે યુરીયા વાપરવામાં આવી રહ્યું હતું સુરત : ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતા સબસીડી યુક્ત યુરિયા ખાતરનો જથ્થો મંગાવી તેનો ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક યુનિટમાં વપરાશ કરતા ડાઇન એન્ડ પ્રિન્ટિંગ મિલના માલિક સહિત બેની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. યુરિયા કૌભાંડમાં બંને આરોપીઓ સબસીડી યુક્ત નેમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો મંગાવતા હતા અને તેનો ગેરકાયદેસર ઉપયોગ કરતા હતા.
ઔદ્યોગિક વપરાશના હેતુસર યુરીયા ખરીદી : તારીખ 6 ફેબ્રુઆરી 2023 ના રોજ ખેતી અધિકારી વિશાલકુમાર કોરાટ અને પોલીસની ટીમે સુરતના પાંડેસરા વિસ્તાર ખાતે આવેલા જય અંબે નગર પ્લોટ નંબર 456 અને 457 માં દરોડા પાડ્યા હતા. જ્યાં અધિકારીઓને જાણવા મળ્યું હતું કે આરોપી સત્યેન્દ્રસિંહ બલરામસિંહ રાજપુત સબસીડીવાળા રાસાયણિક યુરિયાનો ઉપયોગ ખેતીમાં વપરાશની જગ્યાએ ઔદ્યોગિક વપરાશના હેતુસર યુરીયા ખરીદી રહ્યા છે. અધિકારીઓની ટીમને આરોપીઓ દ્વારા અંદાજિત 50 કિલોગ્રામ ભરતી વાળી સફેદ રંગની મીડિયા થેલી 52 નંગ યુરીયાનો જથ્થો મળી આવ્યો હતો. એટલું જ નહીં અન્ય ચાર સફેદ રંગની મીણીયા થેલી બેગ પણ સ્થળ પરથી જપ્ત કરવામાં આવી હતી. અંગે અધિકારીઓ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પણ વાંચો સરકારી ખાતર ખેડૂતોને નહતું મળતું તો કોને મળતું હતું, પોલીસે આ રીતે કર્યો પર્દાફાશ
કુંદન મિશ્રા નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યો જથ્થો : આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં તારીખ 19 ફેબ્રુઆરી 2023 ના રોજ આરોપી સત્યેન્દ્રસિંહએ બલરામસિંહ રાજપુતની ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે પોલીસે રિયાઝ વોરાની પણ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી સત્યેન્દ્રસિંહ રાજપુતે આ ગેરકાયદેસર યુરિયાનો જથ્થો પાંડેસરાના કુંદન મિશ્રા નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો.
ઔદ્યોગિક યુનિટમાં વપરાશ : ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર લલિત વાઘડીયાએ જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં નામનો વ્યક્તિ નહીં મળતા આ પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સમગ્ર મામલે તપાસ કરવા માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપી સત્યેન્દ્રસિંહ રાજપૂતની ફરીથી પૂછપરછ કરવામાં આવી. એટલું જ નહીં તેના મોબાઈલ નંબર પરથી મળેલી માહિતી મુજબ આરોપી રાધે રાધે ડાઇન એન્ડ પ્રિન્ટ મીલમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે નોકરી કરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. તેના માલિક સોનું અગ્રવાલ પોતાની મિલમાં ઔદ્યોગિક યુનિટમાં વપરાશ કરવામાં આવતા યુરિયા ખાતરની જગ્યાની ખેતીના વપરાશ માટે સરકાર દ્વારા સબસીડી જાહેર કરવામાં આવેલ નીમ કોટેડ યુરિયા ખાતર ગેરકાયદેસર મેળવી તેનો ઉપયોગ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો રાજ્યમાં ખાતરનો સ્ટોક નહિવત હોવાના મેસેજ શરૂ થતા, ખેતી નિયામકે કર્યો ખુલાસો
બોગસ બિલ બનાવનાર પણ ઝડપાયો :સાથે તેઓએ જણાવ્યું હતું કે આર્થિક લાભ મેળવવા માટે તેઓ સબસીડીયુક્ત ખાતરનો વપરાશ કરતા હતા અને સિક્યુરિટી સુપરવાઇઝર સત્યેન્દ્ર પાલના રહેઠાણ મકાનની આગળ ખાલી પડેલા ગોડાઉનમાં આ ખાતર મુકવામાં આવતા હતા. જ્યાંથી તમામ ખાતરની બોરીઓ જપ્ત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે રાધે રાધે ડાઈન એન્ડ પ્રિન્ટિંગ મિલના માલિક સોનું અગ્રવાલની ધરપકડ કરવામાં આવી છે. યુરિયા ખાતરનો માલ ગેરકાયદેસર રીતે બિલમાં બતાવી સોનું અગ્રવાલે કોલસાનો માલ પૂરો પાડતાં કુંદન મિશ્રા નામના વ્યક્તિનો પણ ખુલાસો થયો હતો. સોનું અગ્રવાલ કુંદન પાસેથી યુરિયા ખાતરના જથ્થાના ખોટા બીલો બનાવતો હોવાનું પણ બહાર આવ્યું હતું. જેથી કુંદન દિનેશ મિશ્રાની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.