સુરતઃ શહેરના પોલીસ કમિશ્નર અજય તોમર 'સે નો ટુ ડ્રગ્સ, ડ્રગ ફ્રી સુરત' કેમ્પેન ચલાવી રહ્યા છે. આ કેમ્પેનને સફળ બનાવવા સુરત પોલીસ અધિકારીઓ કમર કસી રહ્યા છે. આ શ્રેણીમાં રાંદેર પોલીસે એમડી ડ્રગ્સનું વેચાણ કરતા પઠાણ દંપતિને ઝડપી લીધું છે. પોલીસે આ દંપતિ પાસેથી 1.28 લાખ રુપિયાનું ડ્રગ્સ પણ કબ્જે કર્યું છે. આ પઠાણ દંપતિ હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઈલ માટે એમડી ડ્રગ્સના વેચાણના રવાડે ચડી ગયા હતા.
હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઈલ માટે એમડી ડ્રગ્સ વેચતા દંપતિને સુરત પોલીસે ઝડપી લીધું - 3 આરોપી વોન્ટેડ
સુરતમાં ડ્રગ્સનો વેપલો કરતું દંપતિ પોલીસના હાથે ઝડપાઈ ગયું છે. સુરત પોલીસે એમડી ડ્રગ્સ વેચતા આ પઠાણ દંપતિ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિગતવાર. Surat Crime News MD Drugs Couple Arrested Rander Police Station
Published : Dec 5, 2023, 7:10 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ રાંદેર પોલીસ સ્ટેશનના અધિકારીઓને ડ્રગ્સ સેલિંગ કરતા દંપતિ વિશે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસ ઈન્સપેક્ટર એ.એસ. સોનારા અને તેમની ટીમે આ દિશામાં કાર્યવાહી કરી હતી. રાંદેર તાડવાડી ગોમતીનગરમાં મકાન નં. બી 22માં પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસે આ મકાનમાંથી અયુબખાન પઠાણ અને તેની પત્ની ફરઝાનાબીબીની એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી લીધી હતી. પોલીસે ડ્રગ્સના વેપલામાં મદદગાર એવી તબસ્સુમ ઉર્ફે ઝોયા તાહિર દિવાનની પણ શોધખોળ આદરી છે. આ દંપતિએ દિલીપ ઉર્ફે ટકલો અને ઝુબેદા મેમણ રહેવાસી મુંબઈ પાસેથી આ ડ્રગ્સ ખરીદ્યું હોવાનું કબૂલી લીધું છે. પોલીસે આ દંપતિ સિવાય આ કેસ સાથે સંકળાયેલ ત્રણેય આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
આ પઠાણ દંપતિ હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઈલ જીવવા માટે ડ્રગ્સનો વેપલો કરતા હતા. તેઓ મુંબઈના આરોપીઓ દિલીપ અને ઝુબેદા પાસેથી ડ્રગ્સ લાવી પોતાની કારમાં તેનું વેચાણ કરતા હતા. આ કેસમાં સંકળાયેલ ત્રણેય આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. રાંદેર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે...બી.એમ. ચૌધરી(એસીપી, સુરત)