સુરત : ઇન્સ્ટાગ્રામમાં બે મિત્રો વચ્ચે ફોલોવર્સ બાબતે બબાલ થઈ હતી અને આ બબાલ એટલી હદે વધી ગઈ કે, એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાખી હતી. સુરતના ચોક બજાર વિસ્તારમાં બનેલી આ ઘટનાના આધારે પોલીસે આરોપી મિત્ર સહિત બે લોકોની અટકાયત કરી છે.
મિત્ર બન્યો હત્યારો :બનાવની મળતી વિગત અનુસાર પારુલ સોસાયટીમાં રહેતો 19 વર્ષીય જયદેવ રાત્રી 1:00 વાગ્યાના અરસામાં ગરબા રમવા માટે ગયો હતો. તે દરમિયાન તેના મિત્ર દીપક અને અન્ય વ્યક્તિએ ફોન કરી તેને અખંડ આનંદ કોલેજ પાસે બોલાવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને મિત્રો એકબીજા સાથે મારામારી પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ આરોપી રોહિત પ્રદાન અને પપ્પુ પ્રધાન સહિત બે લોકોએ ભેગા થઈ જયદેવને ઢીકા મુક્કાનો માર માર્યો હતો. બાદમાં ઉપરા છાપરી ચપ્પુ વડે ઘા ઝીંકી દીધા હતા.
અંગત અદાવતમાં હત્યા : આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃતક જયદેવ કાપડના કારખાનામાં મજૂરી કરતો હતો. જ્યારે આરોપી દીપક અને પપ્પુ પણ આ જ કારખાનામાં મજૂરી કામ કરી કરતા હતા. પોલીસે હાલ દીપક અને પપ્પુને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ઘટના અંગેની માહિતી સામે આવી હતી.
આરોપી ઝડપાયા : ચોક બજાર પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.વાઘડીયાએ જણાવ્યું હતું કે, ઇન્સ્ટાગ્રામમાં કોઈ વ્યક્તિનો ફોટો પોતાની સાથે અપલોડ કર્યો હતો. જે બાબતે જયદેવ અને અન્ય વ્યક્તિ સાથે ઝઘડો પણ ચાલતો હતો. આ વચ્ચે પપ્પુ અને દીપક પડ્યા હતા. પપ્પુએ જયદીપને તારે આ મેટર વચ્ચે પડવું નહીં તેમ કહી ઢોર માર માર્યો હતો. આ અંગેની અદાવત રાખી પપ્પુ દીપક સહિત અન્ય લોકોને લઈને આવ્યો હતો. તેમની સાથે મળી જયદેવની હત્યા કરી નાખી હતી. આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી પોલીસે હાથ ધરી છે.
- Surat Crime: સુરતમાં બે માથાભારે શખ્સો વચ્ચે બોલાચાલી બાદ કરપીણ હત્યા
- Surat Crime News : ગુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતો કિસ્સો, નરાધમે સગીરાને એકલી બોલાવી અને...