સુરતઃ શહેરના એક પરિવારમાં નાના ભાઈએ પોતાના મોટા ભાઈ વિરુદ્ધ નકલી વિલ બનાવીને જમીન પચાવી પાડી હોય તેવી ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેમાં મોટાભાઈ, સબ રજિસ્ટ્રાર અને મળતિયાઓએ બેભાન પિતાના અંગુઠાના નિશાન ખોટી રીતે લઈને સચીન જીઆઈડીસીમાં આવેલ ફેક્ટરીની જમીન(વર્તમાન અંદાજિત બજાર કિંમત 10 કરોડ રુપિયા) પચાવી પાડી હતી. ઉમરા પોલીસે ઠગાઈનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ સુરતના સિટીલાઈટ રોડ પર મેઘના પાર્કમાં તોતારામ શર્મા પોતાના પરિવાર સાથે નિવૃત્ત જીવન વિતાવે છે. જેમાં મોટા દીકરા વિજયકુમાર શર્માએ મિત્ર તુલસીદાસ નિહલાની, તત્કાલિન સબ રજિસ્ટ્રાર ભવાન લક્ષ્મણ ગોરસીયા, લીલાધાર રામદત્તામલ સુનેજા અને બીનાબેન વિરુદ્ધ ખોટી રીતે નકલી બિલ બનાવી લીધું હતું. વિજયકુમાર શર્માના મિત્ર તુલસીદાસ નિહલાની સબ રજિસ્ટ્રાર બી. એલ. ગોરસીયાને લઈને તોતારામ શર્માના ઘરે આવ્યો હતો. તોતારામ બેભાન હોવા છતાં મોટા દીકરા વિજયે વિલમાં તેમના અંગુઠાના નિશાન લઈ લીધા. બહેન બીના શર્માએ પણ વિલમાં ખોટી સહી કરી દીધી હતી. જ્યારે સાક્ષી તરીકે તુલસીદાસ નિહલાની અને લીલાધર સુનેજાએ સહી કરી હતી. આ નકલીને વિલને સાચુ વિલ બનાવી અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કર્યુ હતું.