ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime News : ડિપ્રેશનના શિકાર પતિએ પત્નીની હત્યા કરી, પછી ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા - Dindoli Police Station

શહેરના ડીંડોલી વિસ્તારમાં એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. ડિપ્રેશનના શિકાર પતિએ પોતાની પત્નીની હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં મળતી માહિતી મુજબ ઘર કંકાસના કારણે પતિએ હત્યા કરી છે. જ્યારે છેલ્લા 17 વર્ષથી પતિની માનસિક સારવાર ચાલી રહી છે.

Surat Crime News
Surat Crime News

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 6:07 PM IST

ડિપ્રેશનના શિકાર પતિએ પત્નીની હત્યા કરી

સુરત : ડીંડોલી વિસ્તારમાં ડિપ્રેશનના શિકાર પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તાર ખાતે આવેલા કૈલાશનગરમાં રહેતા છેલ્લા એક મહિનાથી બેરોજગાર પતિએ ઘર કંકાસમાં શિક્ષિકા પત્નીની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે ખુદ પણ ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ ઘટનસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસને જાણવા મળ્યું છે કે, છેલ્લા 17 વર્ષથી માનસિક અસ્વસ્થ હોવાના કારણે પતિની સારવાર પણ ચાલી રહી.

હત્યા બાદ આત્મહત્યા : સુરત શહેરના ડીંડોલી વિસ્તાર ખાતે આવેલા કૈલાશનગરમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. બાદમાં પતિએ પોતે પણ આપઘાત કરી લીધો હતો. હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘર કંકાસને લઈ આ ઘટના બની છે. કેલાશનગરના મકાન નંબર 22 માં 45 વર્ષીય રાજુભાઈ રામચંદ્ર આધારકર સોની તેમની પત્ની 42 વર્ષીય શૈલાબેન રાજુભાઈ આધારગર સાથે ભાડેથી રહેતા હતા. તેમની બંને દીકરીઓ અમદાવાદ અને દાહોદમાં નોકરી કરે છે. રાજુભાઈ સોનીના ત્યાં નોકરી કરતા હતા. તેમની પત્ની શૈલા પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા હતી.

મૃતક રાજુભાઈએ એક મહિના પહેલા પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. માનસિક રીતે તેઓ અસ્વસ્થ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. બંને વચ્ચે ઝઘડો થતો હતો. આજે ઉગ્ર ઝઘડો થતાં રાજુભાઈએ પત્ની ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ અંગેની જાણકારી તેમના બંને દીકરીઓને કરવામાં આવી છે. -- આર. જે. ચુડાસમા (PI, ડીંડોલી પોલીસ સ્ટેશન)

એક ઘરમાં બે મૃતદેહ : આજે જ્યારે શૈલાબેન શાળાએ પહોંચી નહી તો તેમની બહેન તેમના ઘરે આવી હતી. જ્યારે ઘરમાંથી કોઈ અવાજ ન આવ્યો ત્યારે સ્થાનિકો દ્વારા ઘરનો દરવાજો તોડવામાં આવ્યો હતો. ત્યારે લોહીલુહાણ હાલતમાં મહિલા મળી આવી હતી. જ્યારે રાજુએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પોલીસ તપાસ : સમગ્ર મામલે પોલીસે ઈન્સ્પેક્ટર આર.જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે, પતિ રાજુભાઈએ પત્ની શૈલાને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. ત્યારબાદ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઘર કંકાસના લીધે આ ઘટના બની છે. જોકે કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. રાજુભાઈ સોનીને ત્યાં નોકરી કરતા હતા. પરંતુ એક મહિનાથી બેરોજગાર હતા. બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. આ અંગેની જાણકારી પાડોશીઓએ આપી છે.

  1. Surat Child Labour : સુરત શહેરમાં બાળ મજૂરી કરાવી રહેલા હોટલ સંચાલક વિરૂદ્ધ કાર્યવાહી
  2. Surat Crime News : બિહારના યુવકના ટુકડા કરી ફેંકી દેનાર દંપત્તિ સાત વર્ષે ઝડપાયા, જાણો સમગ્ર મામલો

ABOUT THE AUTHOR

...view details