સુરતઃ જિલ્લાના બે યુવકોના આપઘાતની કરુણ ઘટનાઓ બની છે. જેમાં સુરતના ભીમરાડ વિસ્તાર અને ઓલપાડના કીમ વિસ્તારના બે જુવાનજોધ યુવકોએ મોતને વ્હાલું કર્યુ છે. બંને યુવકોના પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયા છે. આવી નાની નાની બાબતથી નિરાશ થઈ જુવાનજોધ યુવકો આત્મહત્યા કરી લે તે ચિંતાજનક છે.
કીમ વિસ્તારની ઘટનાઃ ઓલપાડના કીમ વિસ્તારમાં 24 વર્ષીય યુવકે ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો છે. બનાવની વિગત એવી છે કે સુનિલભાઈ બળવંતભાઈ પટેલ નામનો યુવક પરિવાર સાથે રહેતો હતો. સુનિલને પરિવારે છ મહિના અગાઉ નવો મોબાઈલ ખરીદી આપ્યો હતો. હવે ફરીથી સુનિલે નવા મોબાઈલની ખરીદી કરી હતી. પરિવારે નવો મોબાઈલની ખરીદી પર સુનિલને ઠપકો આપ્યો હતો. પરિવારના ઠપકાને લીધે યુવક નિરાશ થયો હતો.
કીમ રેલવે સ્ટેશન પર આપઘાતઃ આ નિરાશ યુવકે ઘરમાં કંકાસ કરીને કીમ રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો. ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ કે આ નિરાશ યુવકે ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. પોલીસને સમાચાર મળતા જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કીમ પીએચસી ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભીમરાડ વિસ્તારની ઘટનાઃ 20 દિવસ પહેલા જ રાજસ્થાનથી સુરત રોજગારી માટે મોહન નામનો યુવાન આવ્યો હતો. મોહનને પ્રેમિકાએ દગો આપતા તેણે આપઘાત કર્યો હતો. જો કે ઘટનાની જાણ થતા જ અલથાણ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મોહનના મોતની જાણ થતાં જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
વારંવાર ફોન પર ઝઘડા થતાઃ મોહન અને તેની પ્રેમિકા વચ્ચે વારંવાર મોબાઈલ પર ઝઘડા થતા હતા. મોહનના પિતરાઈભાઈએ તેણે અનેકવાર સમજાવ્યો હતો. મોહન કામ ધંધામાં ધ્યાન આપે અને પ્રેમના ચક્કરમાંથી બહાર આવે તે તેના માટે સારુ છે તેવું તેના ભાઈ તેને સમજાવતા હતા. જો કે મોહન પર આની કોઈ અસર પડતી નહતી. મોહન રોજ સાંજ પ્રેમિકા સાથે ફોનમાં ઝઘડતો રહેતો હતો. પ્રેમિકાએ મોહનને પ્રેમમાં દગો આપતા જ મોહન નિરાશ થઈ ગયો હતો. નિરાશામાં જ મોહને છત પરથી નીચે મોતની છલાંગ લગાવી દીધી હતી.
અમે મોહનને અવારનવાર રોજગાર પર ધ્યાન આપવા સમજાવતા હતા. તેણે બનાવના દિવસે પ્રેમિકા સાથે ફોન પર ખૂબ મોટો ઝઘડો કર્યો હતો. થોડીવાર બાદ બધુ શાંત થઈ ગયું અમે તપાસ કરી તો મોહન ઘરમાં નહતો. તે નીચે જમીન પર ઘાયલ અવસ્થામાં જોવા મળ્યો હતો. અમે તપાસ કરતા તેનું મૃત્યુ થયું હતું...મોહનના પિતરાઈભાઈ(ભીમરાડ, સુરત)
- Patan Crime News: પાટણમાં ભાવિ પતિના ત્રાસથી યુવતિએ મોત વ્હાલું કર્યુ, ઝેરી દવા ગટગટાવી
- Girl Dies by Suicide in Kota : યુપીની વિદ્યાર્થિનીની કોટામાં આત્મહત્યા, પિતા દ્વારા કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ પર ગંભીર આરોપ