ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : 19.92 લાખની વિદેશી કરન્સી સાથે નવસારીના ત્રણ યુવાનની ધરપકડ બાદ ઈડીને જાણ કરાઇ - ઈડી

સુરત શહેરમાં આ યુવકો પાસેથી વિદેશની કરન્સી મેળવી હોય તેઓએ કાયદાના સંકજામાં કસાવાનો વખત આવી ગયો છે. સુરત પોલીસે રેલવે સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી કરન્સી સાથે નવસારીના ત્રણ યુવાનને પકડ્યાં છે જેઓ મનીચેન્જરની આડમાં વિદેશી કરન્સીનો ઊંચા ભાવે વેચાણ કરી રહ્યાં હતાં. મામલાની જાણ ઈડીને પણ કરવામાં આવી છે.

Surat Crime : 19.92 લાખની વિદેશી કરન્સી સાથે નવસારીના ત્રણ યુવાનની ધરપકડ બાદ ઈડીને જાણ કરાઇ
Surat Crime : 19.92 લાખની વિદેશી કરન્સી સાથે નવસારીના ત્રણ યુવાનની ધરપકડ બાદ ઈડીને જાણ કરાઇ

By

Published : Jul 28, 2023, 9:42 PM IST

મામલાની જાણ ઈડીને પણ કરવામાં આવી

સુરત : સુરત શહેર પીસીબી અને એસઓજીએ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી કરન્સી સાથે નવસારીના ત્રણ યુવાનને 19.92 લાખના મારતીય મૂલ્યના રીયાલ, ઓસ્ટ્રેલીયન ડોલર, થાઈબાથ, અમેરીકન ડોલર, દીરહામ અને મલેશીયા રીગીટ સાથે નવસારીના ત્રણ રાજસ્થાની યુવાનને ઝડપી લીધા હતા.ત્રણ પૈકી વિજલપુરનો યુવાન સુરતના મહિધરપુરામાં મનીચેન્જરની આડમાં બ્લેકમાં વિદેશી કરન્સી વેચવા આવેલાને ઓછા ભાવે બદલી આપી ખરીદવા આવેલાને ઊંચા ભાવે આપતો હોય આ અંગે ઈડીને જાણ કરાઈ છે.

ઓપરેશન ગ્રુપ અને પીસીબીના સંયુક્ત ઓપરેશન હેઠળ આ ખુલાસો થયો છે. છેલ્લા એક મહિનાથી તે આ રેકેટ ચલાવતો હતો અને તેની સાથે ઝડપાયેલા સૂરજ અને મનોજકુમાર અલગ અલગ લોકો પાસેથી આ રીતે બ્લેકમાં વિદેશી કરન્સી મેળવતા હતાં.પોલીસે વિદેશી કરન્સીનો મામલો હોઇ આ અંગે ઈડીને જાણ કરી છે...અજય તોમર(સુરત શહેર પોલીસ કમિશનર)

કઇ કઇ વિદેશી કરન્સી ઝડપાઇ : પીસીબી અને એસઓજીએ સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી 29 વર્ષીય નિરવ મનોહરલાલ શાહ, 27 વર્ષીય સુરજ લક્ષ્મણસિંગ રાજપુત અને 32 વર્ષીય મનોજકુમાર કંચનભાઈ બારીયા ઝડપી પાડ્યા હતા. પીસીબી અને એસઓજીએ તેમની પાસેથી 19.92 લાખના ભારતીય મૂલ્યના રીયાલ, ઓસ્ટ્રેલીયન ડોલર, થાઈબાથ,અમેરીકન ડોલર, દીરહામ અને મલેશીયા રીંગીટ કબજે કરી પૂછપરછ કરવામાં આવી હતી.

મુદ્દામાલ

બ્લેકમાં વિદેશી કરન્સી ઊંચા ભાવે બદલી આપતો :પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ પૈકી નીરવ શાહ સુરતના મહિધરપુરા વાણીયા શેરીમાં મનીચેન્જરનું કામ કરે છે. જોકે, તેની પાસે વિદેશી કરન્સી બદલવા આવતા લોકોને તે કરન્સીના બદલામાં રૂપિયાની એન્ટ્રી પોતાના બેન્ક ખાતામાં આવકમાં દેખાડવી ન પડે તે માટે બ્લેકમાં વિદેશી કરન્સી ઓછા ભાવે બદલી આપતો હતો. જયારે જે લોકોને વિદેશી કરન્સીની જરૂર હોય તેને બ્લેકમાં વિદેશી કરન્સી ઊંચા ભાવે બદલી આપતો હતો.એક મહિનાથી તે આ રેકેટ ચલાવતો હતો.

  1. Surat fake currency racket: દેશમાં વધતુ નકલી નાણુ, ફેક કરન્સી રેકેટમાં સુરત પોલીસે બેંગ્લોરના વેપારીની કરી ધરપકડ
  2. Surat Crime : 1.10 કરોડની કીમતના દુબઇ લઇ જવાતા રફ હીરા જપ્ત કરતો કસ્ટમવિભાગ
  3. Surat Vegetable Thief : સાવધાન ! સુરતમાં શાકભાજી ચોરનો ત્રાસ યથાવત, લાખો રુપિયાનું લસણ ચોરાયું

ABOUT THE AUTHOR

...view details