ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : મિત્રતા કેળવી સગીરાને ફસાવી, બીભત્સ ફોટોના આધારે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું

સુરતના સરથાણામાં એક યુવકે પરિચિત સગીરા પર દુષ્કર્મ આચરવાનોે બનાવ સામે આવ્યો છે. યુવકે મિત્રતા કેળવી સગીરાને ફસાવી સગીરાના ન્યૂડ ફોટો પાડ્યાં હતાં. બાદમાં બીભત્સ ફોટોના આધારે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ નોંધાવાતાં સરથાણા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

Surat Crime : મિત્રતા કેળવી સગીરાને ફસાવી, બીભત્સ ફોટોના આધારે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું
Surat Crime : મિત્રતા કેળવી સગીરાને ફસાવી, બીભત્સ ફોટોના આધારે બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2023, 7:25 PM IST

આરોપી યુવકની ધરપકડ કરી

સુરત : બીભત્સ ફોટોના આધારે એક મિત્રએ પોતાની બહેનપણીને બ્લેકમેલ કરી અને ત્યાર પછી દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે સુરતના સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપી મિત્રની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ પોતાની સગીરવયની બહેનપણીને બ્લેકમેલ કરી હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું.

સરથાણમાં બન્યો બનાવ : સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક 22 વર્ષીય યુવાન પપ્પુ રાધેશ્યામ ગુપ્તાએ પોતાના પરિચિત સગીરાને ઘરે મળવા માટે બોલાવી તેના વસ્ત્રહીન ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ આ જ ફોટાના આધારે તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. 2020થી આરોપી પપ્પુ આ સગીરાને સોશિયલ મીડિયામાં મિત્રતા કરી અવારનવાર મેસેજ અને કોલ કરતો હતો. વર્ષ 2023ના ફેબ્રુઆરી માસમાં પપ્પુ સગીરાના શાળાએ પહોંચીને તેને જબરજસ્તી પોતાના ઘરે આવવા માટે કહ્યું હતું. જ્યારે સગીરા ઘરે પહોંચી ત્યારે તેની સાથે સેલ્ફી લઈ આ સેલ્ફીને વાયરલ કરવાની ધમકી આપી હતી અને દુષ્કર્મ આચર્યું હતું.

આરોપી સગીરાનો પરિચિત હતો. વર્ષ 2017 માં કરિયાણાના સ્ટોર ચલાવનાર આ પરિવારની બાજુમાં આવેલા એક પૂઠાં વેચવાની દુકાનમાં નોકરી કરતો હતો. ત્યારે સગીરાને સોશિયલ મીડિયા પર સંપર્ક કરી તેને મિત્રતા કેળવી હતી અને અવારનવાર તેને બોલાવીને બ્લેકમેલ કરતો હતો. આરોપી પપ્પુ રાધેશ્યામ ગુપ્તાની પોલીસે ધરપકડ કરી છે....એ. કે. ચાવડા (પોલીસ ઇન્સ્પેક્ટર, સરથાણા પોલીસ મથક )

સગીરાને બ્લેકમેલ કરતો હતો : આજ સેલ્ફી અને અન્ય બીભત્સ ફોટા આધારે અવારનવાર સગીરાને બ્લેકમેલ કરતો હતો અને તેને સરથાના ખાતે આવેલા મેરીટોન હોટલમાં પણ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ સમગ્ર મામલે સગીરા માનસિક તણાવમાં રહેતી હતી. પુત્રીને માનસિક તણાવમાં જોઈ પિતાએ તેને આ સમગ્ર મામલે પૂછ્યું હતું. જેથી પીડિત સગીરાએ આરોપી વિશે પિતાને જાણ કરી હતી. આખરે પિતાએ હિંમત બતાવી આરોપી વિરુદ્ધ સુરતના સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

  1. Ahmedabad Crime : અમરાઈવાડીમાં સગીરાને ફસાવી પરિણીત પુરુષે ગુજાર્યું દુષ્કર્મ, સ્ત્રી મિત્રએ કરી મદદ
  2. Surat Crime News : સુરતમાં મિત્રએ જ મિત્રની પત્નીના ન્યૂડ ફોટો અને વિડીયો ઉતારી દુષ્કર્મ આચર્યું, બ્લેકમેલ કરી પડાવ્યા પૈસા
  3. Surat Crime: સુરતમાં બાળકીને રમાડવાના બહાને લઈ જઈ પિતાના જ મિત્રએ કર્યું દુષ્કર્મ, CCTVમાં ભાંડો ફૂટ્યો

ABOUT THE AUTHOR

...view details