સાસરિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો સુરત : સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામે એક પરિણીતાને પતિ,સાસુ અને તેઓની નણંદે માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી હાલ આગળની તજવીજ હાથ ધરી હતી.
ચાર વર્ષ પહેલાં નિકાહ થયાં : કામરેજના કઠોર ખાતેની સ્વાગત રેસિડન્સીમાં રહેતા મલેક પરિવારના શેહજાદ મલેકના નિકાહ ચારેક વર્ષ અગાઉ માંડવીની મટન માર્કેટ ફળિયા ખાતે રહેતા હનીમાાઈ ગુલામ હુસેન કુરેશીની પુત્રી આફરીનબાનુ સાથે કરવામાં આવ્યા હતા. નિકાહ બાદના ત્રણેક માસ બધું સમુસૂતરું ચાલ્યા બાદ પતિ શહેજાદ મલેક સાસુ સલમા,નણંદ સાહિસ્તા સહિતના સભ્યો દ્વારા ઘરકામ, રસોઈ સહિતની બાબતે પરિણીતાને હેરાનગતિ શરુ થઇ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બાબતે પરિણીત મહિલાની ફરિયાદ લેવામાં આવી છે. તેઓની ફરિયાદ મુજબ તેઓના પતિ, સાસુ અને નણંદ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે...સી. બી. ચૌહાણ (પીઆઈ, મહિલા પોલીસ મથક)
પરિણીતાની મારઝૂડ થતી :સાસુ નણંદની પતિ શહેજાદને ચઢામણીથી આફરીનબાનુને પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવતી. પતિ શહેજાદ તેની પાસે ધંધાના નામે પિયરમાંથી 1 લાખ લાવવાની માંગણી કરતો હતો. માથામાં થતી મારઝૂડ બાબતે પત્નીએ માથામાં મારવાની ના પાડતા પતિ શહેજાદ તેને કહેતો માથામાં મારવાથી તે પતિ વિરૂદ્ધ ફરિયાદ નહિ કરી શકે. સાસુ તેમજ નાની નણંદ દ્વારા તેને સંભળાવવામાં આવતું કે આટલો માર મારવા છતાં તું મરી કેમ નથી જતી. નવમી ઓગષ્ટના રાત્રે પતિ શહેજાદ દ્વારા તેને વધુ પડતો માર મારતા બીજે દિવસે આફરીન તેના સાસરિયાંમાં કોઈને પણ કહેવા વગર પોતાના પિયર માંડવી ખાતે આવી ગઈ હતી.
મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી : વિદેશથી વતન ખાતે આવેલી આફરીનની નણંદ રૂક્સાર પણ તેને અપશબ્દો બોલી અપમાનિત કરતી. નાની નણંદ સાહિસ્તા સહિત સાસુ સલમા પણ તેને આટલો મારા ખાઈને તું મરી કેમ નથી જતી તેમ કહી સાસરિયાંમાં અપાતા માનસિક ત્રાસ સહિત પતિ દ્વારા થતી શારિરીક હેરાનગતિથી પરેશાન આફરીન બાનુએ સાસુ સલમા મલેક પતિ શહેજાદ મલેક, નણંદ સાહિસ્તા હુસેન, રૂકસાર કુરેશી વિરૂદ્ધ હાલ સુરત જિલ્લા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
- પતિ સામે મારઝૂડ અને અત્યાચાર ગુજાર્યાની એક જ દિવસમાં ત્રણ ફરિયાદ
- સુરતમાં પતિએ મારઝૂડ કરી પત્નીને ઘરમાંથી કાઢી મુકી
- Ahmedabad Crime : પતિએ પત્નીને નોકરી કરાવવા 3 માસની દીકરીને હરિયાણા મૂકી, એટલી હદે ત્રાસ આપ્યો કે પત્નીએ કરી લીધી આત્મહત્યા