ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime News: પ્રેમિકા સાથે લગ્ન કરવા પતિની હત્યા કરાવી દીધી, પ્રેમીએ 50 હજાર રુપિયાની સોપારી આપી - પત્નીના પ્રેમીએ આપી સોપારી

સુરતમાં એક અજાણી લાશનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. પરણિત પ્રેમિકા સાથે લગ્ન કરવા પ્રેમીએ સોપારી આપીને પ્રેમિકાની હત્યા કરાવી દીધી. વાંચો સમગ્ર ઘટનાક્રમ

પ્રેમિકા સાથે લગ્ન કરવા પ્રેમિકાના પતિની હત્યા કરાવી દીધી
પ્રેમિકા સાથે લગ્ન કરવા પ્રેમિકાના પતિની હત્યા કરાવી દીધી

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 7:30 PM IST

પ્રેમીએ 50 હજાર રુપિયાની સોપારી આપી

સુરતઃ પાંડેસરા વિસ્તારમાં પતિ, પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં નિર્દોષ પતિની હત્યા કરી દેવાઈ છે. પ્રેમીએ પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે પતિની સોપારી આપી હત્યા કરાવી દીધી છે. પોલીસે આ ગુનો ઉકેલીને આરોપીઓની ધરપકડ કરી છે.

સમગ્ર ઘટનાક્રમઃ પાંડેસરા પોલીસને ઝાડીઓમાં અજાણ્યા યુવકની માથુ કપાયેલી હાલતમાં મૃતદેહની જાણકારી મળી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો લીધો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ગુનાને ઉકેલવા માટે આસપાસ તપાસ કરતા જાણવા મળ્યું કે આ મૃતદેહ મૂળ મધ્ય પ્રદેશના પૂરણ શાહનો છે. મૃતકની પત્ની સંગીતા અને આરોપી અજય વચ્ચે પ્રેમ સંબંધ હતો. અજય મૂળ ઉત્તર પ્રદેશ જોનપુરનો રહેવાસી છે. અજયે સંગીતા સાથે લગ્ન કરવા માટે સંગીતાના પતિ પૂરણની હત્યા કરાવી દીધી હતી. આ હત્યા માટે અજયે 50000 રુપિયાની સોપારી પણ આપી હતી. સોપારી લેનાર આરોપી હરિશંકર મૌર્ય હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

અવાવરુ જગ્યાએ હત્યા કરીઃ હરિશંકર મૌર્ય કે જેણે સોપારી લીધી હતી તે અને તેના મિત્રો રાકેશ કેવટ, સાગર ખંડવાલ, સંતોષ મોહંતી અને જિતેન્દ્રએ સાથે મળી અવાવર જગ્યાએ પૂરણની હત્યા કરી હતી. પહેલા પૂરણને મળવા બોલાવ્યો, જોડે નાસ્તો કર્યો અને ત્યારબાદ ઝાડી ઝાંખરાવાળી અવાર જગ્યામાં આ આરોપીઓએ સાથે મળીને પૂરણની હત્યા કરી નાખી. હરિશંકર મૌર્યએ હત્યા પહેલા સોપારીના 22,000 એડવાન્સ લીધા હતા. હત્યા કર્યા બાદ ફોન કરીને અજય પાસે બીજા પૈસા માંગ્યા હતા.

મરનારની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાથી તેની સાથે આરોપી અજય લગ્ન કરવા માંગતો હતો. જેથી તેને પ્રેમિકાના પતિ પુરણની હત્યા કરવા માટે 50 હજાર રૂપિયાની સોપારી આપી હતી. હત્યા કરવા માટે 22 હજાર રૂપિયા પહેલા એડવાન્સ પણ આપી દીધા હતા. આરોપી હરિશંકર મોર્યાએ પોતાના અન્ય મિત્ર રાકેશ કેવટ, સાગર ખંડવાલ, સંતોષ મહાંતી અને જીતેન્દ્ર સાથે મળીને પૂરણની હત્યા કરી નાખી હતી. આ આરોપીઓએ સાથે મળીને પૂરણનું ગળુ કાપ્યું હતું...વિજય સિંહ ગુર્જર(ડીસીપી, સુરત પોલીસ)

  1. Surat Crime News: LIC એજન્ટને હનિટ્રેપમાં ફસાવનાર માસ્ટર માઈન્ડની પોલીસે ધરપકડ કરી
  2. Surat Crime News: પ્રેમિકાએ લગ્ન કરવા માટે દબાણ કરતા ગળું કાપી નાખ્યું, 21 વર્ષ બાદ ઓરિસ્સાથી આરોપીની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details