ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : એક ટકના ભોજન માટે પતિએ પત્નીને મારમારી મોતને ઘાટ ઉતારી - killed case in surat sandhir village

સુરતના સાંધીએર ગામે નજીવી બાબતે પતિએ પત્નીને ઢોર માર મારી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસને જાણ થતાં ગણતરીની કલાકોમાં હત્યારા પતિને ઝડપી લીધો હતો. (Husband his wife killed case in Surat)

Surat Crime : એક ટકના ભોજન માટે પતિએ પત્નીને મારમારી મોતને ઘાટ ઉતારી
Surat Crime : એક ટકના ભોજન માટે પતિએ પત્નીને મારમારી મોતને ઘાટ ઉતારી

By

Published : Feb 2, 2023, 10:03 AM IST

ઓલપાડ તાલુકામાં નજીવી બાબતે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી

સુરત : જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધીએર ગામે ધના આહિરના તબેલામાં કામ કરી ગુજરાન ચલાવતા પરેશ રાઠોડ અને તેઓની પત્ની પદમાબેન સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો થયો હતો. પતિ પરેશ રાઠોડે આવેશમાં આવીને પત્ની પદમાબેનને ઢીકા મૂકીને માર માર્યો હતો. પત્નીએ બુમાબુમ કરતા આવેશમાં આવેલ પરેશ રાઠોડ ઘરમાં રહેલી વાંસની લાકડીથી માર મારવા લાગ્યો હતો.

હત્યારો પતિ ઝડપાયો : પદમાં બેનને ગંભીર ઈજાઓ થતાં મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક મહિલાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી અને હત્યારા પતિને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. ચોક્કસ બાતમીના આધારે સાંધીએર ગામની સીમમાંથી હત્યારા પતિને ઝડપી લીધો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો :Patan murder case: સાત વર્ષની સજા બાદ બહાર આવ્યો પ્રેમી, બાપ દીકરાએ કાયમી માટે સુવડાવી દીધો

આ પહેલા હત્યાના બનાવ :થોડા મહિના અગાઉ ઉદેપુર જિલ્લાના કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક પિતાએ તેની બે પુત્રી અને પત્નીની હત્યા કરી હતી. કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારના સબુરી ગામમાં એક વ્યક્તિનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. થોડા સમય પછી બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે આરોપીએ તેની બંને પુત્રીઓ અને પત્નીને પથ્થરો વડે માર મારીને મારી નાખ્યા અને ઘટનાને અંજામ આપ્યા પછી, આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ઘટના પુત્ર જોઈ ગયો : પોલીસે કહ્યું કે, પતિ સાથે ઝઘડો કર્યા બાદ પત્ની તેની નાની માસૂમ પુત્રીઓ સાથે ઘરના આંગણામાં સૂતી હતી. આ દરમિયાન આરોપી પતિ ત્યાં આવ્યો અને બંને બાળકીઓ નાની, સુમિત્રા અને પત્ની કાલીને પથ્થરો વડે માર માર્યો. આ ઘટના સમયે આરોપીના અન્ય બે બાળકો પણ હાજર હતા. જેમાંથી એક મોટો પુત્ર આ સમગ્ર ઘટના જોઈને ઘરની બહાર નીકળી ગયો હતો. મામલાની જાણ થતાં જ પોલીસ અને FSLની ટીમે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો :Surat news: રહસ્યમય મોત, આલ્કોહોલના દ્રાવણ ભરેલી ટાંકીમાંથી મળ્યો મૃતદેહ

દ્વારકામાં પણ પતિએ પત્નીની હત્યા કરી :દ્વારકા જિલ્લાના ખંભાળિયાના સોનલ માતાના મંદિર નજીક રહેતા સુનિલ વિરસિંગ પાડવીએ 25 મેંના રોજ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ કે, તેની પત્ની મીરાબહેન ઉંમર 30 અમે તેના બાજુમાં રહેતા તેના પિતરાઈભાઈ દશરથ ગુલિયાએ પૈસાની લેવડ દેવળ બાબતમાં ઝઘડો થતાં તેની પત્નીને માર્કેટ કરીને ગરમ પાણી માથે નાખીને મોતને ઘાટ ઉતારી હતી.

ABOUT THE AUTHOR

...view details