ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : ગુજરાતના સૌથી મોટા ચોરીના નેટવર્કનો પર્દાફાશ, સુરત LCB પોલીસે 79 કરોડનો મુદ્દામાલ રીકવર કર્યો - કેમિકલ ભરેલું કન્ટેનર ચોરી

સુરત જિલ્લા LCB પોલીસ દ્વારા કેમિકલ ચોરીનો પર્દાફાશ કરી ગુજરાત રાજ્યનું સૌથી મોટું ચોરીનું નેટવર્ક ડિટેક્શન કર્યું છે. આ મામલે પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ કરી 79 કરોડનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. જોકે, હજુ પણ 6 આરોપી પોલીસ પકડથી દૂર છે.

Surat Crime
Surat Crime

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2023, 10:34 PM IST

ગુજરાતના સૌથી મોટા ચોરીના નેટવર્કનો પર્દાફાશ

સુરત :ગુજરાતના સૌથી મોટા ચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરત જિલ્લા LCB પોલીસે કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝ નામની મિલમાંથી એક કેમિકલ ભરેલું કન્ટેનર નીકળ્યું અને સુરતના હજીરા પોર્ટ પરથી જહાજ મારફતે જર્મની પહોંચ્યું હતું. પરંતુ જે કેમિકલ મિલમાંથી આ કન્ટેનર નીકળ્યું હતું એ જર્મની પહોંચતા માટી થઈ ગયું હતું.

કેમિકલ ચોરીની ફરિયાદ : જર્મનીમાં માલ મંગાવનાર વ્યાપારીએ જંબુસર સ્થિત મિલના સંચાલકોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેથી મિલના માલિકે સુરત જિલ્લા LCB પોલીસને સમગ્ર ઘટનાથી વાકેફ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ જિલ્લા LCB ટીમ કામે લાગી હતી અને જિલ્લામાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસને ભાળ મળી હતી કે, કીમ ચાર રસ્તા નજીક કેમિકલ ભરેલા કન્ટેનર ચાલકે એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરમાં માલ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ચોરી પકડાતા થયો ઘટસ્ફોટ : સુરત જિલ્લા LCB પોલીસે પોતાના બાતમીદારો થકી કન્ટેનરના ચાલકને ઝડપી પાડ્યો હતો. કન્ટેનરના ચાલકને ઝડપી લીધા બાદ સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસ ફરિયાદ માત્ર એક કન્ટેનરમાં ભરેલા 7 કરોડની કિંમતના કેમિકલની ચોરીની હતી. પરંતુ જે મુદ્દામાલ મળી આવ્યો તે 15 કરોડથી વધુનો હતો. જેથી પોલીસે તપાસ કરતા અલગ અલગ કન્ટેનર ચાલકે એક નહીં, પરંતુ અનેક કન્ટેનરના માલની ચોરી કરી હતી.

79 કરોડનો માલ સીઝ :સુરત જિલ્લા LCB પોલીસે ઓલપાડના સાયણ, વેલનજા, શેખપુર સહિતના અલગ અલગ ગોડાઉનમાંથી કુલ 79 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે હાલ પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ કરી લીધી અને 6 અલગ અલગ કન્ટેનરના ચાલકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

સૌથી મોટી ચોરીનો પર્દાફાશ :પોલીસે તમામ મુદ્દામાલ પાનોલી સ્થિત એક ગોડાઉનમાં સીઝ કર્યો છે, કબજે કરવામાં આવેલ કેમિકલ એગ્રો કેમિકલ હોવાનું અને પેસ્ટીસાઈડ બનાવવામાં વપરાતું હોય છે. કન્ટેનર ચાલકો દ્વારા આ મુદ્દામાલની ચોરી જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન કરવામાં આવી હતી અને ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. આરોપીઓ આ માલ ગ્રાહક શોધી વેચવાની ફિરાકમાં હતા. પરંતુ કેમિકલ મોંઘુ હોવાને કારણે કોઈ ગ્રાહક મળતો ન હતો. જેના કારણે પોલીસને 100 ટકા માલ રીકવર કરવામાં સફળતા મળી છે.

  1. Surat Crime : સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નકલી ચલણી નોટો વટાવવા આવેલાં ઝારખંડના રામુલેશ જોસેફની ધરપકડ
  2. IPL Betting Case : વર્ષ 2022 ના સટ્ટાબાજી કેસમાં વધુ 4 આરોપીની ધરપકડ, જાણો શું હતો 7800 કરોડનો સટ્ટાબાજી કેસ...

ABOUT THE AUTHOR

...view details