તોડબાજને પોલીસે ઝડપી પાડ્યા સુરત : કેટલાક તોડબાજો કે બે નંબરીયાઓ રૂપિયા કમાવવા માટે અનેક તરકીબો કે કિમીયાઓ અપનાવતા હોય છે. અધિકારી બનીને કે અધિકારીના વહીવટદાર બનીને રૂપિયા ખંખેરી લેવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નકલી પોલીસ બનીને તોડની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. જોકે હવે કેટલાક લોકો જે તે સરકારી તંત્રના અધિકારીઓ બનીને રૂપિયા પડાવી રહ્યા છે. એવી ઘટના સુરતના માંડવીમાં સામે આવી છે.આ ઘટનામાં તોડબાજ મહિલાએ ડેપ્યુટી કલેક્ટરનો સ્વાંગ રચ્યો હતો.
ડેપ્યુટી કલેકટર હોવાની ખોટી ઓળખ આપી : ક્યારેક GPCBના અધિકારી તો કયારેક કલેક્ટ કચેરીની ઓળખ આપી રૂપિયા ઉઘરાણીની ઘટના સામે આવી છે. હાલ જે ઘટના સામે આવી છે તેમ એક મહિલાએ પોતાની ઓળખ કોઈ નાના અધિકારીની નહી પરંતુ પોતે ડેપ્યુટી કલેકટર હોવાની ઓળખ આપી ખેડૂત પાસે રૂપિયા પડાવી લીધા છે.
22.28 લાખ પડાવ્યાં :સમગ્ર કિસ્સાની વાત કરીએ તો માંડવીના તારાપુર ખાતે રહેતા વૃદ્ધ ખેડૂત રામુભાઈ દેવજી ભાઈ ચૌધરી 2007માં સરકારી નોકરીમાંથી નિવૃત થયા છે. ખેડૂત રામુભાઈની ઓળખાણ જે તે સમયે નેહા પટેલ સાથે થઈ હતી. તે દરમ્યાન નેહા પટેલે પોતે નાયબ કલેક્ટર હોવાની ઓળખ આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ વિકાસની કામગીરી કરું છું તેવા સિનસપાટા કરી નેહા પટેલે ખેડૂતને જમીન સંપાદનમાં ટેન્ડર ભરી પૈસા રોકો તો સારું કમિશન મળવાની લાલચ આપી પ્રથમ વારમાં 3 લાખ રૂપિયા પડાવ્યા હતાં. ત્યારબાદ ટુકડે ટુકડે કરી 22.28 લાખ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી.
માંડવી પોલીસ મથક ખાતે છેતરપિંડી થયાની ફરિયાદ મળી હતી. ફરિયાદીને નેહા પટેલ નામની મહિલા મળી હતી. આરોપી નેહા પટેલે પોતે ડે. કલેકટર હોવાની અને પોતે જમીન સંપાદનનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીને પૈસા રોકી નફો કમાવવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી. પોલીસે હાલ આ મહિલાની અટકાયત કરી છે...બી. કે. વનાર (ડીવાયએસપી,સુરત ગ્રામ્ય )
માંડવી પોલીસમાં કબૂલાત :ખેડૂતને પોતાનું કમિશન તેમજ રકમ ન મળતા નેહા પટેલ વાતચીતમાં ગલ્લાંતલ્લાં તેમજ યોગ્ય ઉત્તર ન આપતા ખેડૂત પોતે ઠગાયા હોવાનું જણાયું હતું. જેથી ખેડૂત રામુભાઈ ચૌધરીએ સમગ્ર કેફિયત માંડવી પોલીસ સમક્ષ રજુઆત કરી હતી. માંડવી પોલીસે સમગ બનાવ મામલે ઠગબાજ નેહા પટેલની અટકાયત કરી નેહા પટેલની પૂછપરછ હાથધરી હતી. જેમાં નેહા પટેલે પોતે ખોટી ઓળખ ઉભી કરી રૂપિયા પડાવ્યા હોવાની કબૂલાત કરતા માંડવી પોલીસે નેહા પટેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ : મહત્વનું છે કે નેહા પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતી હોવાનું સામે આંવી રહ્યું છે. તેણે થોડા સમય અગાઉ સુરત શહેરમાં પણ એક બિલ્ડર સાથે જમીન આપવામાં મામલે અધિકારી બની રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. માત્ર આટલું જ નહીં પણ અગાઉ નેહા પટેલ ડેડીયાપાડા ખાતે ડીવાયએસપીનો સ્વાંગ રચી સરકારી નોકરી અપાવાની લાલચ આપી લાખો રૂપિયા પડાવી ચૂક્યાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હવે પોલીસ ઠગબાજ નેહા પટેલને કડકમાં કડક કાર્યવાહી કરી સજા મળે તે જરૂરી છે.
- Surat Crime: માંગરોળ તાલુકામાં નકલી બાળ વિકાસ અધિકારી બની સહાયના બહાને 21 હજારની ઠગાઈ કરી
- Vadodara News: એરપોર્ટ ઉપરથી 20 વર્ષીય નકલી પાયલોટ ઝડપાયો, ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા બન્યો નકલી પાયલોટ
- Fake CMO Officer : કર્મકાંડ કરનારા યુવકનો કાંડ, નકલી CMO અધિકારી બની અધિકારીઓને ધાક ધમકી આપતો હતો