ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: કહી પે નિગાહે, કહી પે નિશાનાઃ ફાયરિંગ વકીલ પર કરવાનું હતુ થઈ ગયું બીજા પર - Surat Crime Branch

સુરતના ઉધનામાં ભંગારવાલા પર ફાયરિંગ મામલે પોલીસે આરોપીઓનો પકડી પાડ્યા છે. આરોપીઓ પોલીસને જોઈ તે શખ્સો પોતાની બાઈક પોલીસની ગાડી સામે લાવી અકસ્માત સર્જાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જૂઓ શું છે સમગ્ર મામલો. (Surat wreckage Firing)

Surat Firing News : વકીલને મારી નાખવા પિસ્તોલ લાવ્યા, કર્યું અન્ય દુશ્મન પર ફાયરિંગ
Surat Firing News : વકીલને મારી નાખવા પિસ્તોલ લાવ્યા, કર્યું અન્ય દુશ્મન પર ફાયરિંગ

By

Published : Feb 6, 2023, 1:10 PM IST

ઉધનામાં ભંગારવાલા પર ફાયરિંગ મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી

સુરત : ગતરોજ ઉધના વિસ્તારમાં ભંગારવાલા પર ફાયરિંગ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી સગીરવયનો છે. હાલ આ આરોપીઓની રિમાન્ડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર લલિત વાઘોડિયા જણાવ્યું કે, સુરત શહેરમાં ગઈકાલે (રવિવાર તારીખ 05 ફેબ્રુઆરી) ઉંધના રોડ નંબર 9 ઉપર આવેલ ભંગારની દુકાન ચલાવતા જાવેદ સલીમભાઇ શાહ જેઓ દુકાન ઉપર હતા.

આ પણ વાંચો :Vadodara Crime News : વડોદરામાં ધોળા દિવસે બુકાની ધારીઓએ યુવક પર કર્યું ફાયરિંગ

ફાયરિંગ કરી ફરારઃ ત્યારે સવારે આશરે 10 વાગ્યેની આસપાસ બે અજાણ્યા શખ્સો બાઈક પર આવી તેમની ઉપર ફાયરિંગ કરી ફરાર થઈ જતા હોય છે. પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, આ ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો હોવાને કારણે પોલીસ કમિશનર દ્વારા આ કેસ સુરત ક્રાઈમ બ્રાન્ચને શોપવામાં આવ્યો હતો. પોલીસેને એક ચોક્કસ બાતમીના આધારે ફાયરિંગ કરીને ફરાર થયેલા શખ્સો ભીમરાડ ચેકપોસ્ટ પાસે ઊભા છે. એવું જાણવા મળ્યું.

અકસ્માત કર્યોઃ પોલીસની ટીમ ત્યાં પહોંચે છે, એ સમયે આરોપીઓ પોલીસને જોઈ તે શખ્સો પોતાની બાઈક પોલીસની ગાડી સામે લાવી અકસ્માત કરે છે. જેના કારણે બંને આરોપીઓને માથા અને હાથ પગના ભાગે નાની મોટી ઇજાઓ થઈ હતી. જોકે આ અકસ્માત દરમિયાન પોલીસની ગાડીનું એરબેગ ખુલી ગયું હતું. બોનેટને પણ નુકસાન થાય થયું હતું.

પિસ્તોલ મળી :ઇન્સ્પેક્ટરે કહ્યું કે, આ બંને આરોપીઓને પકડી લેવામાં આવે છે અને આ આરોપીઓ પાસેથી પોલીસને પિસ્તોલ અને સાત કાર્ટિસ મળી આવી છે. પકડાયેલા આરોપીઓમાંથી એક આરોપી સંજય તિવારી જે માથાભારે ક્રિમીનલ છે. આ પહેલા ઘણી વખત તે પકડાઈ ચુક્યો છે. તેની સાથે પકડાઈ ગયેલો બીજો આરોપી સગીરવયનો છે.

આ પણ વાંચો :Ahmedabad Crime: બીટકોઈનના 14 કરોડ રૂપિયા મામલે સરખેજમાં ફાયરિંગ થયું હોવાનો ખુલાસો, 7 આરોપી ઝડપાયા

વકીલ જોડે દુશ્મની: સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું કે, આ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આ આરોપીઓને પિસ્તોલ પાંડેસરામાં રહેતા ભાવેશ લાલુભાઈ મેરે આપ્યા હતા. ભાવેશને નવસારીના એક વકીલ જોડે ઘણા સમયથી દુશ્મની હોવાને કારણે તેમને મારી નાખવા માટે આ બે આરોપીઓને પિસ્તોલ આપ્યું હતું. પરંતુ આ બંને આરોપીઓને આબીદ નામના શખ્સો જોડે દુશ્મની હતી. જેથી એ લોકોએ વિચાર્યું કે, નવસારીના વકીલની હત્યા પહેલા આબીદની દુશ્મન પતાવીને એમ કરીને આબીદ ના ભાઈ જાવેદ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એમ કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ તમામ આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details