ગુજરાત

gujarat

ETV Bharat / state

Drugs Crime in Surat : રાજસ્થાનથી સુરત અફીણ મંગાવતા હતાં પિતાપુત્ર, 1014 ગ્રામ અફીણનો જથ્થો જપ્ત - રાજસ્થાન

રાજસ્થાનના ચિત્તોડગઢથી અફીણનો મોટો જથ્થો મગાવીને વેચનારા બે આરોપીની સુરત સારોલી પોલીસે ધરપકડ કરી છે. બંને આરોપી પિતાપુત્ર છે. પિતાની ધરપકડ થઇ છે જ્યારે પુત્ર ફરાર છે જેની શોધખોળ કરવામાં આવી રહી છે. સાથે જ 5.07 લાખની કિમતનો 1014 ગ્રામ અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Drugs Crime in Surat : રાજસ્થાનથી સુરત અફીણ મંગાવતા હતાં પિતાપુત્ર,  1014 ગ્રામ અફીણનો જથ્થો જપ્ત
Drugs Crime in Surat : રાજસ્થાનથી સુરત અફીણ મંગાવતા હતાં પિતાપુત્ર, 1014 ગ્રામ અફીણનો જથ્થો જપ્ત

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2023, 9:32 PM IST

ચિત્તોડગઢથી અફીણનો મોટો જથ્થો સુરત લવાયો હતો

સુરત : સુરતમાં સારોલી પોલીસે અફીણનો જથ્થો ઝડપી પાડ્યો છે, પોલીસે બે ઈસમોની ધરપકડ કરી છે અને 5.07 લાખની કિમતનો 1014 ગ્રામ અફીણનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઉપરાંત બે લોકોને વોન્ટેડ જાહેર કરી આ મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. સુરતમાં પિતાપુત્ર રાજસ્થાનથી અફીણ મંગાવતા હતા અને તેને વેચતા હતાં. પોલીસે પિતાની ધરપકડ કરી છે જ્યારે પુત્રની શોધખોળ કરી રહી છે.

પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી અફીણનો જથ્થો સુરત આવવાનો છે અને બે લોકોને આ ડિલિવર કરવાના છે. આરોપી ગોપાલ કિશનલાલ બસમાંથી ઉતરી નિયોલ ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી બેગમાંથી એક કિલો અફીણ જપ્ત કર્યું છે. જે અફીણ લેવા માટે આવનાર માણસ હતો તે અંગે પણ જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ગોડાદરાનો વતની પપ્પુસિંહ રાજપૂત અફીણ લેવા માટે આવનાર હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે. ગાંજાની કિંમત પાંચ લાખ છે. બંને આરોપીઓ બાપદીકરા છે. રાજસ્થાનના ચિત્તોડગઢથી આ ગાંજાનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો...ભક્તિ ઠાકર ( ડીસીપી )

2ને ઝડપી લીધાં : સુરત પોલીસને અફીણ પકડવામાં આ એક વધુ સફળતા મળી છે. સારોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે અફીણનો જથ્થો આપવા આવનાર અને લેનારને ઝડપી પાડ્યા છે. સારોલી પોલીસને માહિતી મળી હતી કે ગોડાદરા વિસ્તારમાં રહેતા પપ્પુસિંગ રાજપૂતે રાજસ્થાનના ઉદયપુરથી અફીણનો જત્થો મંગાવ્યો છે અને આ જથ્થો આપવા માટે એક ઇસમ આવી રહ્યો છે, બાતમીના આધારે પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. પોલીસ વોચ દરમિયાન અંબાબા કોલેજ પાસેથી અફીણનો જથ્થો આપવા આવનાર ગોપાલલાલ કિશનલાલ જનવા અને જથ્થો મંગાવનાર પપ્પુસિંગ જયસિંગ રાજપૂતને ઝડપી પાડ્યા હતાં.

પુત્ર વોન્ટેડ : પોલીસે આરોપીઓ પાસેથી 5.07 લાખની કિમતનું અફીણ તેમજ 15,120 રોકડા રૂપિયા, 3 મોબાઈલ, એક કોઇજ બેગ તથા એક બાઈક મળી કુલ 6.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, આ સમગ્ર બનાવમાં સારોલી પોલીસે અફીણનો જથ્થો આપનાર ઉદયપુરના શોભાલાલ સુથાર તેમજ જથ્થો મંગાવનાર મહેન્દ્રસિંગ પપ્પુસિંગ રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યા છે. સાથે પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. આરોપી અગાઉ પણ અફીણ મંગાવી ચૂક્યા છે.

  1. સુરતમાં અફીણની ડિલિવરી કરવા રાજસ્થાનના વિદ્યાર્થીનો ઉપયોગ
  2. 10 હજાર કિલો અફીણના કેસમાં મોસ્ટ વોન્ટેડ આરોપી ભગવતી પ્રસાદ સુરતથી ઝડપાયો
  3. જેસડા ગામે ખેતરમાંથી 31લાખના અફીણ સાથે એક ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details