ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુડ ટચ બેડ ટચની જાણકારી હોવાના કારણે સાડા છ વર્ષની બાળકી હેવાનિયતનો ભોગ બનતા બચી ગઈ - Surat Crime

સુરતમાંથી એક બાળકી નરાધમની હવસનો શિકાર થતા બચી ગઈ હતી. બાળકીને ગુડ ટચ અને બેડ ટચનું જ્ઞાન હોવાથી આ બાળકી એક શખ્સની હવસનો શિકાર થતા બચી ગઈ હતી. પાંડેસરા પોલીસે આ કેસમાં શખ્સની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે.

ગુડ ટચ બેડ ટચની જાણકારી હોવાના કારણે સાડા છ વર્ષની બાળકી હેવાનિયતનો ભોગ બનતા બચી ગઈ
ગુડ ટચ બેડ ટચની જાણકારી હોવાના કારણે સાડા છ વર્ષની બાળકી હેવાનિયતનો ભોગ બનતા બચી ગઈ

By

Published : May 11, 2023, 8:55 PM IST

સુરત:શહેરના પાંડેસરા વિસ્તારમાં એક સાડા છ વર્ષની બાળકી હેવાનિયતનો ભોગ બનતા બચી ગઈ હતી. શાળામાં અને ઘરમાં બાળકીને ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી હતી. જેના કારણે તેના ઘર પાસેથી જ્યારે અજાણી વ્યક્તિ બાળકીને ઉઠાવી હતી. ત્યારે બાળકી પ્રતિકાર કર્યો હતો. તેમજ તેના ખોળામાંથી છૂટી દોડી ઘરમાં પહોંચી ગઈ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણને કેદ થવા પામી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

બાળકીએ બહિષ્કાર કર્યોઃસુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ગામમાં એક સાડા છ વર્ષની બાળકીએ હિંમતથી નરાધમનો બહિષ્કાર કર્યો છે. આ બાળકી કોઈ હેવાનિયતનો શિકાર બને તે પહેલા જ પોતાનો સ્વયં બચાવ કર્યો હતો. આરોપીએ બાળકીને ઉઠાવી લીધી હતી. જોકે બાળકી ગુડ ટચ અને બેડ ટચ વિશે જાણતી હતી. જેથી બાળકીએ પોતાનો સ્વયં બચાવ કર્યો હતો અને એટલું જ નહીં આરોપી સામે ઉગ્ર પ્રતિકાર કર્યો હતો.

ગુડ ટચ બેડ ટચની જાણકારી હોવાના કારણે સાડા છ વર્ષની બાળકી હેવાનિયતનો ભોગ બનતા બચી ગઈ

સીસીટીવીમાં કેદ ઘટનાઃજ્યારે આ ઘટના બની હતી ત્યારે બાળકીના માતા-પિતા ઘરમાં ભોજન કરી રહ્યા હતા. બાળકી પોતાના ભાઈ સાથે ઘરની બહાર રમી રહી હતી. તેને રમતા જોઈ આરોપી બાળકીને ઉઠાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. જોકે બાળકી એ યુવકની ગોદમાંથી છૂટી તાત્કાલિક દોડી ઘરમાં પહોંચી ગઈ હતી અને ઘરમાં સમગ્ર બાબતે જાણકારી આપી હતી જ્યારે માતા પિતાએ ઘરની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજ ની તપાસ કરી ત્યારે તેઓ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

પાંડેસરા વિસ્તારમાં રહેતા એક રહીશે ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યા વ્યક્તિ આવી ને તેમની સાડા છ વર્ષની બાળકીને ગોદીમાં ઉચકી લઈ જઈ રહ્યો હતો. જોકે તે સમયે બાળકીએ સમય સૂચકતા બતાવી અને બૂમાબૂમ કરવા લાગી હતી. બાળકીના પિતાએ જણાવ્યું હતું કે બાળકી ને શાળામાં ગુડ ટેચ અને બેડ ટચ અંગેની માહિતી આપવામાં આવી હતી જેના કારણે પ્રતિકાર કરતા તે ભયભીત થઈ ગયો હતો.--એન.કે.કામળિયા (પાંડેસરાના પોલીસ ઇન્સ્પેક્ટર)

આ પણ વાંચોઃ

  1. Valsad Crime : પારડીમાં તરુણીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું,
  2. Rajkot Crime: ઓહો! ડાયમંડ કે સોનાના દાગીના નહીં 40 કિલો વાળની લૂંટ

મોબાઈલની દુકાન ધરાવે છેઃઅત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં રહે છે. 23 વર્ષીય રાજન ગુપ્તા મોબાઈલની દુકાન ધરાવે છે. પરંતુ જિલ્લામાંથી સુરત તે શા માટે આવ્યો તે સ્પષ્ટપણે જણાવી રહ્યો નથી. આરોપીએ જણાવ્યું હતું કે તે પત્નીને મળવા માટે આવ્યો હતો. જોકે બાળકી જે વિસ્તારમાં રહે છે ત્યાં આરોપીને કોઈ ઓળખતો પણ નથી. આરોપીની પૂછપરછ પાંડેસરા પોલીસ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details