સુરતઃવર્તમાન ડિજિટલ યુગમાં લોકોને ઓનલાઈન અને ઓફલાઈન ગેમ્સનો અનોખો ચસ્કો લાગ્યો છે. તેના કારણે તો કેટલીક વાર ગુનાઓ પણ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાં. શહેરના ઉન ભીંડી બજારમાં 3 મહિના પહેલા ગેમ બાબતે એક કિશોરનો મિત્ર સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ મિત્રએ કરાટેના જાણકાર પોતાના ભાઈ સાથે મળી યુવકને માર મારતા તેનું મોત નીપજ્યું હતું. તો પોલીસે આ મામલે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે કિશોરની માતાએ આરોપી બંને ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોPorbandar murder case પોરબંદરમાં સામાન્ય બોલાચાલી પહોંચી હત્યા સુધી, આરોપી જેલહવાલે
કિશોર બેભાન થઈ ગયો હતોઃ17મી ઓક્ટોબર 2022ના દિવસે શહેરના ઉન ભીંડી વિસ્તારમાં કિશોર પોતાના મિત્ર સાથે ફ્રી ફાયર ગેમ રમતો હતો, પરંતુ આ ગેમમાં બંને વચ્ચે હારજીત બાબતે ઝઘડો શરૂ થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ઝઘડો ઝપાઝપી સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ કિશોર તે સમયે બેભાન થઈ ગયો હતો, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તે સમયે પાંડેસરા પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધ્યો હતો અને તેનો પોસ્ટમ રિપોર્ટ પેન્ડિંગ હતો.