સુરત : મહિલાએ ચાર વર્ષ નાના સગીરને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવીને શારીરિક સંબંધો પણ બાંધ્યા અને એટલું જ નહીં તેના પાસેથી રૂપિયા 12 લાખ પડાવી પણ લીધા. આ અજીબોગરીબ ઘટના અંગે લેખિત ફરિયાદ સગીર તરફથી સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે કરવામાં આવી છે.
2025માં થયો પરિચય :સુરત શહેરમાં એક એવી ઘટના બની છે જેને સાંભળીને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી એક યુવતીએ કતારગામમાં રહેતા એક સગીરને પહેલા પ્રેમજાળમાં ફસાવી ત્યારબાદ તેને લગ્નની લાલચ આપી સગીરને અમદાવાદ અને ગાંધીનગરની હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. વર્ષ 2015માં બંને વચ્ચે સમૂહ લગ્ન કાર્યક્રમમાં પરિચય થયો હતો અને બંને વચ્ચે ચેટિંગની શરૂઆત થઈ હતી.
આ પણ વાંચો કેફિ દ્રવ્યોની શિતળતામાં યુવાનોને ખાલવતી 'શિતલ આંટી'ના કાળા કરતૂત
અવારનવાર પિક્ચર જોવા લઈ જતી : પીડિત સગીર હવે 23 વર્ષનો છે. સુરત પોલીસ કમિશનરને તેણે લેખિતમાં અરજી આપી છે અને જણાવ્યું હતું કે, બંને વચ્ચે એક સમૂહ લગ્ન કાર્યક્રમમાં પરિચય થયો હતો બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે પણ થઈ હતી. એટલું જ નહીં. ત્યારબાદ તેઓ સોશિયલ મીડિયા પર પણ ચેટિંગ કરવા લાગ્યા હતા અને ફોન પર વાતચીત પણ થતી હતી. મહિલાથી તે ચાર વર્ષ નાનો હતો. મહિલાએ તેને પ્રેમનો પ્રસ્તાવ મોકલ્યો હતો તે સમયે તેને અસ્વીકાર પણ કર્યો હતો પરંતુ ત્યારબાદ યુવતી અવારનવાર તેને થિયેટરમાં પિક્ચર જોવા માટે પણ લઈ જતી હતી.