સુરત : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મોગલ માતાના મંદિરમાં ફેક્ટરી કામદારો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થતાં કામદારોએ પોલીસ વાહનો ઉપર પથ્થરમારો કરતાં પોલીસના ચાર વાહનોમાં મોટું નુકસાન થયું હતું, અને ત્રણ અધિકારી અને એક પોલીસ કર્મચારીને પથ્થરતી ઈજા પહોંચતાં જિલ્લા પોલીસે ટીયરગેસ છોડી પરિસ્થિતિ કાબૂ લેવા માટેનો પ્રયત્ન હાથ ધર્યા હતાં. આ ઘટના બાદ પોલીસે સ્થળ ઉપર પોલીસ કાફલો ખડકી દીધો હતો.
Surat Crime : પીપોદરા જીઆઈડીસીમાં કામદારોના પોલીસ પર પથ્થરમારાના લાઈવ વિડીયો આવ્યાં સામે
પીપોદરા જીઆઇડીસીમાં આવેલ વિશ્વકર્મા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામદારો રસ્તા પર ઉતરી આવી પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટનાના કેટલાક વિડીયો સામે આવ્યાં છે જે મામલાની ગંભીરતા દર્શાવે છે.
Published : Jan 15, 2024, 3:32 PM IST
મામલો શું હતો : સુરતના માંગરોળમાં પીપોદરા જીઆઇડીસીમાં પથ્થરમારામાં પોલીસ અને કામદારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પીપોદરા GIDC માં ગત સપ્તાહે બનેલી આ ઘટનામાં એક મિલ માલિકે એક કારીગરને માર માર્યાની ઘટના બાદ કામદારોમાં રોષ હતો. જેને લઇ કામદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ સ્થિતિને કાબૂમાં કરવા પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો પરંતુ મામલો વધુ બિચકતા પોલીસ અને કામદારો વચ્ચે ગંભીર ઘર્ષણ થયું હતું અને પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી.
પોલીસ પર પથ્થરમારો :સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા જીઆડીસીમાં આવેલ વિશ્વકર્મા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચાર જેટલા ફેક્ટરી માલિકોએ ગતરોજ એક કામદારને પાળી બદલવા બાબતે થયેલી બબાલમાં ઢોર માર મારતાં જીઆઈડીસી વિસ્તારમાં મામલો ઉગ્ર બન્યો હતો. GIDC વિસ્તારમાં અજંપા ભરી શાંતિ હતી. આ દરમિયાન ફેક્ટરી માલિકોનો મારનો ભોગ બનેલા કામદારનું મોત થયું હોવાની અફવા ફેલાતા ધીમેધીમે ટોળુ ઉગ્ર બન્યું હતું.પોલીસે ટોળું વિખેરવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે અલગ અલગ ત્રણ જેટલી ગલીઓમાંથી કામદારોનું ટોળું ધસી આવ્યું હતું. અને પોલીસ વાહનો પર પથ્થરમારો કર્યો હતો.
- વિડીયો સામે આવ્યાં : આ ઘટનામાંં કોસંબા પોલીસ સ્ટેશન સહિત ચાર જેટલી પોલીસ વાહનોના કાચ તૂટી ગયા હતાં, અને ત્રણ અધિકારી તેમજ એક પોલીસ કર્મચારીને પથ્થરથી સામાન્ય ઈજા પહોંચી હતી. પરિસ્થિતિ કાબૂ લેવા માટે આખરે પોલીસે 8 જેટલા ટીયરગેસ છોડવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં જ સમગ્ર જિલ્લામાંથી પોલીસ કાફલો બોલાવી સ્થળ ઉપર સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી. અને સીસીટીવી ફૂટેજ તેમજ કેમેરામાં કંડોરાયેલા વીડિયોને આધારે પોલીસે 50થી વધુ કામદારોને ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાંથી પોલીસની ટીમ બોલાવાઈ હતી. ત્યારે હાલ પોલીસ પર પથ્થર મારો કર્યાના LIVE VIDEO સામે આવ્યા છે.
Surat Crime : માંગરોળમાં પોલીસ પર થયો પથ્થરમારો, પિપોદરા GIDC પોલીસ છાવણીમાં ફેરવાયું- Surat News: ડુમસમાં ડ્રાઈવર્સનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, પોલીસ પર હુમલો અને સિટી બસ પર પથ્થર મારો કર્યો