ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: શિક્ષિકાએ શાદી ડૉટકોમમાંથી યુવકનો સંપર્ક કર્યો, પછી સ્પેશ્યલવએ 17 લાખ ખંખેર્યા

સુરતમાં શિક્ષિકા પાસેથી 17 લાખ પડાવનાર નાઇજીરિયન ગેંગને સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. shaadi.com ઉપરથી બને સંપર્કમાં આવ્યા હતા. અંતે પોલીસને આ તપાસમાં કુલ 7 નાઇજીરિયન ગેંગની ધરપકડ કરી છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં શિક્ષિકા પાસેથી 17 લાખ પડાવનાર નાઇજીરિયન ગેંગને સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ
સુરતમાં શિક્ષિકા પાસેથી 17 લાખ પડાવનાર નાઇજીરિયન ગેંગને સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ

By

Published : Apr 10, 2023, 9:53 AM IST

સુરતમાં શિક્ષિકા પાસેથી 17 લાખ પડાવનાર નાઇજીરિયન ગેંગને સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ

સુરતમાં:શિક્ષિકા પાસેથી 17 લાખ પડાવનાર નાઇજીરિયન ગેંગને સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. આ ગેંગએ વિદેશમાં ડોક્ટર સાથે લગ્નની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા.જેમાં લાલગેટની શિક્ષિકાએ સોશિયલ મીડિયા પર વાત કરી હતી.જેમાં આરોપીએ વિદેશી ડોક્ટર સાથે લગ્ન કરવાના વાયદા આપ્યા હતા. આ ચક્કરમાં શિક્ષિકાએ 17.48 લાખ ગુમાવ્યા હતા.

આ પણ વાંચો Surat Crime : સુરતમાં આધેડે બાળકીને અશ્લીલ વિડિયો બતાવી કર્યા અડપલા, પત્નીએ માર્યું મોઢા પર ચપ્પલ

પોલીસે ધરપકડ કરી:સુરતમાં શિક્ષિકા પાસેથી 17 લાખ પડાવનાર નાઇજીરિયન ગેંગને સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે.આ ગેંગએ વિદેશમાં ડોક્ટર સાથે લગ્નની લાલચ આપી રૂપિયા પડાવ્યા હતા.જેમાં લાલગેટની શિક્ષિકાએ સોશિયલ મીડિયા પર વાત કરી હતી. જેમાં આરોપીએ વિદેશી ડોક્ટર સાથે લગ્ન કરવાના વાયદા આપ્યા હતા. આ ચક્કરમાં શિક્ષિકા એ 17.48 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. મહિલા શિક્ષકને એવું માલુમ પડતા કે તેમની જોડે ફ્રોડ થયો છે. જેને લઈને તેમણે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુરત સાયબર ક્રાઇમ પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ આ મામલે તપાસ શરૂ કરી હતી. અંતે પોલીસને આ તપાસમાં કુલ 7 નાઇજીરિયન ગેંગની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાની ઓળખાણ આપી: આ બાબતે સુરત સાયબર ક્રાઇમના એસીપી યુવરાજસિંહ ગોહિલ જણાવ્યું કે, ગત 23 જાન્યુઆરી 2023 ના રોજ સુરતના એક ફરિયાદીને shaadi.com ઉપર એક અજાણ્યા ઈસમ જોડે કોન્ટેક થયો હતો.એ ઈસમ પોતાને ઇંગ્લેન્ડમાં ગાયનોલોજીક છે એમ પોતાની ઓળખાણ આપી હતી. શરૂઆતમાં એકબીજા જોડે વાતચીત કરતા થયા હતા. આ ઈસમ ફરિયાદીને ભરોસો અપાવ્યો હતોકે, આપણે બંને જણા લગ્નન કરી લઈશું. એક દિવસ ફરિયાદીને વોટ્સેપ ઉપર ટિકિટનો ફોટો મોકલવામાં આવ્યો હતો કે, તેઓ લંડનથી ભારત આવી રહ્યા છે. ડોલર્સ લઈને આવી રહ્યા છે. તેમના ડોલર દિલ્હી એરપોર્ટ ઉપર પકડાઈ ગયા છે. તેને ચૂકવા માટે ચાર્જ આપવો પડશે. એવો ફરિયાદીને તે ઇસમે કોલ કર્યો હતો.

આ પણ વાંચો Surat News : ભાઈની પરિસ્થિતિ જોઈને મહિલાએ અનાથ દિવ્યાંગ બાળકો માટે ખોલી હોસ્ટેલ

તપાસ હાથ ધરવામાં આવી: પૈસા પરત આપવા માટે તે ઈસમ દ્વારા આરબીઆઈની ખોટી લિંક બનાવામાં આવી હતી.વધુમાં જણાવ્યુંકે, આ મામલાના જે ફરિયાદી છે તેમણે અલગ-અલગ ચાર્જીસ પેટે કુલ 17.42.000 રૂપિયા જે તે એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારેબાદ તે પૈસા પરત આપવા માટે તે ઇસમ દ્વારા આરબીઆઈની ખોટી લિંક બનાવામાં આવી હતી. તે લિંક દ્વારા બીજા પૈસાની પણ માગણીઓ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ફરિયાદીને એવું જાણ થઈ કે, મારી જોડે ફ્રોડ થયું છે. જેને લઈને તેઓએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો. જે અનુસંધાને ફરીયાદીની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.અને ત્યારબાદ આની તપાસ હાથ ધરવામાં આવી હતી.

7 લોકોની ધરપકડ:5 નાઇજીરિયન અને 2 મહિલા સહિત એમ કુલ 7 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. સુરત સાઇબર ક્રાઇમ પોલીસને તપાસમાં સફળતા મળી છે. જેમાં આ ફ્રોડ કરનારનાઇજીરિયન ગેંગની ચંડીઘઢથી ધરપકડ કરવામાં આવી હતી.જેમાં 5 નાઇજીરિયન અને 2 મહિલા સાહતી એમ કુલ 7 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો shaadi.com ઉપરથી સૌપ્રથમ વખત મિત્રતા કરી પોતે બહાર દેશના છે. એમ કહીને લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લઈને ઇન્ડિયા આવી રહ્યા છે. એરપોર્ટ ઉપર આ રીતે તેઓ ફસાઈ ગયા છે એમ કહીને તેઓ લોકો જોડે ફ્રોડ કરતા હતા.

ABOUT THE AUTHOR

...view details