સુરત:આત્મહત્યાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકોના જીવનમાં તો શું એવા દુઃખ આવી જાય છે કે જીવન ટૂંકાવી દે છે. લોકો નાની-નાની વાતે, પોતાના અંગત કારણોસર કાંતો પાછી કોઈક પોતાના બીમારીથી કંટાળીને આપઘાત તરફ પગલું ભરી રહ્યા છે.તેવી વધુ એક ઘટના શહેરના પોસ વિસ્તારમાં સામે આવી છે. 70 વર્ષીય વૃદ્ધ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા ચાંદની ચોક ની સામે મહિમા હાઈટ્સમાં રહેતા 70 વર્ષીય અર્જુનભાઈ દેવજીભાઈ માણીયા જેઓ શહેરના જાણીતા બિલ્ડર છે.
Surat Crime: સુરતના જાણીતા બિલ્ડરે કર્યો આપઘાત, બિલ્ડર લોબીમાં શોકનું મોજું - service revolver
સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં 70 વર્ષીય વૃદ્ધ પોતાની જાતે જ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસ સ્ટેશન નો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શરીર નબળું:મૃતક અર્જુનભાઈ ના પુત્ર ભારતે જણાવ્યું કે, હું બહાર હતો મને પાડોશી કાકા નો ફોન આવ્યો કે, આ રીતે ઘટના ઘટીત થઇ છે.પોલીસે પણ જાણ કરી દેવામાં આવી છે. જેથી હું ઘરે પહોંચ્યો હતો. પોલીસ પણ આવી પહોંચી હતી. પાપા છેલ્લા બે વર્ષથી બીમાર જ રહેતા હતા તેમને બે વર્ષ પહેલાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો ત્યારથી તેનું શરીર નબળું પડી ગયું હતું. અને આ કામ કરતું પણ બંધ થઈ ગયું હતું.
આ પણ વાંચો Surat Fake Notes: પોલીસે 500 રૂપિયાની 181 નકલી નોટ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી
ગ્રાઉન્ડ ફ્લોર:હાલ છેલ્લા ઘણા દિવસથી તેમને ભોજન પણ લેવાનું ન હતું. તેમજ બોલાતું પણ ન હતું. જેથી તેઓએ પોતાની અલમારીમાં મૂકેલી સર્વિસ રિવોલ્વરથી પોતાને જ માથાના ભાગે ગોળી મારી આપઘાત કરી લીધો છે. વધુમાં જણાવ્યું કે, અમે કુલ ત્રણ ભાઈઓ છીએ અમે બધાને એક સાથે જ બિલ્ડર લાઈન છીએ. અમારી રાહુલ રાજ મોલ પાસે આવેલા ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ બ્લેક પેપર હોટલ પણ અમારી જ છે. તે પપ્પા 2015માં ચાલુ કર્યું હતું.