- અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ પર ફાયરિંગ કરનારા ઇસમ ઝડપાયા
- 2 પિસ્તોલ તથા 3 જીવતા કાર્ટીઝ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે 2ને ઝડપ્યા
- પોલીસે ઇસમોની કરી કડક પૂછપરછ
સુરતઃ અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે પર ફાયરિંગ કરનારા કુખ્યાત ગેંગના તેમજ સુરતમાં હથિયાર બતાવી લૂંટ કરનારા 2 ઈસમોને દેશી બનાવટની 2 પિસ્તોલતથા 3 જીવતા કાર્ટીઝ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.પોલીસે ઇસમોની કડક પૂછપરછ કરતા તેઓએ અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ પર ફાયરીંગ કર્યુ હતુ તેમ જ સુરતમાં હથિયાર બતાવી મહિધરપુરા વિસ્તારમાં લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી. આ ઇસમો રાજસ્થાનમાં પણ અપરાધને અંજામ આપી ચૂક્યા હતા.
2 પિસ્તોલ તથા 3 જીવતા કાર્ટીઝ સાથે 2 ઇસમ ઝડપાયા
DCB પોલીસનો સ્ટાફ સુરતમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે સમએ બાતમી મળી હતી કે, 2 ઈસમો પિસ્તોલ સાથે સુરત શહેરમાં ફરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આરોપી ગોવર્ધન ઉર્ફે પીન્ટુસિંહ લલિત રાજપૂત અને વનેસીહ દુર્જનસિહ રાજપૂત નામના 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને ઇસમો પાસેથી 2 પિસ્તોલ તથા 3 જીવતા કાર્ટીઝ મળી કુલ 30 હજારની મત્તા કબજે કરી હતી.
પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, આરોપી ગોવર્ધન ઉર્ફે પીન્ટુસિહ પોતાના ગેંગના સાગરિત અમરસિહ ઉર્ફ્ર અમ્મુ રાજપૂત તથા બીજા ઈસમો સામે મળી સુરતના મહિધરપુરા સુમુલ ડેરી રોડ ખાતેના બંગલામાં ઘરફોડ ચોરીનો ગુનો કરેલો છે. તેમજ રાજસ્થાન ખાતે આવેલા પીણવાડામાં પોતાના સાગરીત દેવીસિંહ નામના ઇસમ સાથે મળી પિસ્તોલવેચાણ કરવા જતા સાગરિત ઝડપાયો હતો અને તે ફરાર થઇ ગયો હતો.