સુરત શહેર પોલીસ ચોપડે બેગ લીફટિંગ અને પર્સ સ્નેચિંગના અસંખ્ય બનાવો નોંધાયા છે. ત્યારે મહિલાઓના હાથમાંથી બેગ લીફટિંગ અને પર્સ સ્નેચિંગ કરતી ગેંગના એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ખટોદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી આકીબ ઉર્ફે માણસ ઇબ્રાહિમ ઉર્ફે ઇબા શેખ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે ચોરીના દસ મોબાઈલ જપ્ત કર્યા છે. મોબાઈલ અંગેની પુછપરછ કરતા સુરત શહેરના અલગ અલગ પોલીસ મથક હદ વિસ્તારમાં ઓટોમાં તેમજ મોપેડ પર બેઠેલી મહિલાઓના પર્સ સહિત બેગ લીફટિંગ કર્યા હોવાની કબૂલાત આરોપીએ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની પુછપરછમાં શહેરના ઉધના ,પુણા, મહિધરપુરા ,લીંબાયત સહિત અઠવા પોલીસ મથકમાં નોંધાયેલી બેગ લીફટિંગ અને પર્સ સ્નેચિંગના કુલ 17 ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો હતો. જેમાં ઉધનાના 6,પુણા અને મહિધરપુરાના 4- 4 તેમજ લીંબાયત ના બે અને અઠવા પોલીસ મથકના એક ગુનાનો સમાવેશ થાય છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતાઃ બેગ લીફટીંગમાં સંડોવાયેલી ગેંગના એક આરોપીની કરી ધરપકડ - સુરત ક્રાઇમ બ્રાન્ચ
સુરત :મોપેડ અથવા ઓટો રીક્ષામાં બેઠેલી મહિલાઓની બેગ અને પર્સ સ્નેચિંગ કરતા રીઢા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કુલ 17 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપી પાસેથી ચોરીના દસ જેટલા મોબાઈલ જપ્ત કરી વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. આરોપી અન્ય ઈસમ સાથે મળીને વહેલી સવારે ચાર વાગ્યે ઘરેથી મોટર સાયકલ પર નીકળતા હતા અને તે બાદ પોતાના ગુનાને અંજામ આપતા હતા. આરોપીની સાથે એક મહિલા સહિત કુલ ત્રણ લોકોની સંડોવણી બહાર આવી છે. જે લોકોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે.

આરોપી આકીબ પોતાના અન્ય સાગરીત સાહિલખાન પઠાણ નામના ઈસમ સાથે મળી મળસ્કેના ચાર વાગ્યે ઘરેથી મોટર સાયકલ પર ગુનાને અંજામ આપવા નીકળી જતા હતા.જ્યાં ઓટો રિક્ષામાં બેઠેલી અથવા મોપેડ પર બેસી મહિલાના પર્સની સ્નેચિંગ કરી ફરાર થઈ જતા હતા.સવારના સાત વાગ્યા સુધીમાં તેઓ પોતાના ગુનાને અંજામ આપી પરત ફરી જતા હતા.જ્યાં બાદમાં સોએબખાનની માતા રૂકસી ઉર્ફે રૂકસાના ઇસ્માઇલ શેખને પર્સમાં રહેલા સોનાના દાગીના,મોબાઈલ સહિતનો મુદ્દામાલ આપી મહારાષ્ટ્ર ખાતે રહેતા આરોપીના સબંધી મહેમુદ શેખ હસ્તે શિરપુરમાં વેચી ભાગ પાડી લેતા હતા.
ક્રાઇમ બ્રાન્સની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ મળસ્કેના ચાર વાગ્યા બાદ સ્મેચિંગ અને બેગ લીફટિંગની ઘટનાને અંજામ આપતા હતા.મળસ્કેના સમયે ભરચક ટ્રાફિક પણના હોવાથી ગુનાને અંજામ આપવામાં આરોપીઓને સરળતા મળી રહેતી હતી.જેથી તેઓ મળસ્કેના સમયે મોટર સાયકલ પર નીકળી ઓટો રીક્ષા અથવા મોપેડ પર જતી મહિલાના હાથમાંથી બેગ લીફટિંગ તેમજ પર્સની સ્નેચિંગ કરતા હતા.જો કે સત્તર જેટલા ગુનામાં ફરાર મહેમુદ શેખ,રૂકસાના ઇસ્માઇલ શેખ સહિત સોએબખાનની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.જ્યારે ઝડપાયેલ આરોપીના રિમાન્ડ મેળવી આગળની તપાસ શરૂ કરી છે.