ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત ક્રાઇમ બ્રાન્ચે લુંટારુ ગેંગનો કર્યો પર્દાફાશ, 6 આરોપીઓની ધરપકડ - gujarat crime news

સુરત: રાત્રિ દરમિયાન રાહદારીઓને આંતરી ચપ્પુની અણીએ ધાડ અને લૂંટ ચલાવતી ગેંગના છ આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આરોપીઓ પાસેથી બે સોનાની ચેન, ચાર મોબાઇલ, બે મોટર સાયકલ મળી કુલ બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીઓએ અત્યાર સુધીમાં ખટોદરા પોલીસ મથકની હદમાં 2 અને ઉધના, કતારગામ સહિત ચોક બજાર વિસ્તારમાં કરેલી લુંટની કબૂલાત કરી હતી.

સુરત

By

Published : Oct 22, 2019, 12:50 AM IST

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લુંટારુ ગેંગના છ લોકોની ઝડપી પાડ્યા છે. તેઓ દિવાળી દરમિયાન પોતાના મોજશોખ પૂરા કરવા રાહદારીઓને આંતરી ચપ્પુની અણીએ લૂંટ ચલાવતા હતાં. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન છ જેટલા શખસોને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે બે સોનાની ચેન,ચાર મોબાઇલ સહિત બે મોટર સાયકલ મળી કુલ બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચે લુંટારુ ગેંગનો કર્યો પર્દાફાશ, 6 આરોપીઓની ધરપકડ

પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં તેઓએ સુરત સહિત અન્ય કોઈ જગ્યાએ લુંટ કરેલી છે કે કેમ ? તેમજ તેમની ગેંગમાં અન્ય કેટલા લોકો સામેલ છે. તે વિગતો બહાર આવી શકશે. લુંટારુ ગેંગના પકડાવાથી લુંટ, ચોરી અને ધાડના ભુતકાળમાં બનેલા ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details