સુરત: ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, 2 શખ્સો સુરતના લીંબાયત સ્થિત ગોડાદરા વિસ્તારમાં વન્યજીવોના ચામડા વેચવા માટે ફરી રહ્યાં છે. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સુરત વન વિભાગની ટીમની મદદ મેળવી ગોડાદરા વિસ્તારમાંથી બંને શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન આરોપી આરીફ ઉર્ફે આર્યન અને અને વસીમ શેખ પાસેથી વાઘ, દીપડા અને હરણના ચામડા મળી આવ્યા હતા. જે અંગેની સ્પષ્ટતા વનવિભાગે કરી હતી.
વન્ય જીવોને મારી ચામડાનો વેપાર કરાતું રેકેટ ઝડપાયું, 2 ઝડપાયા - Wildlife
વન્ય જીવોને મોતને ઘાટ ઉતારી તેમના શરીરના ચામડાનો વેપાર કરી તગડી કમાણી કરી લેતા 2 શખ્સોની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી રૂપિયા ચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ધનાઢ્ય લોકોને વન્યજીવોના ચામડા વેચી આરોપીઓ તગડી રકમ વસુલ કરતા હતા. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે લીંબાયત સહિત મુંબઇના 2 આરોપીઓને વન વિભાગની મદદથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું હતું કે, આરોપી આરીફ અને વસીમ શેખ ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બંને એકબીજા સાથે ભંગારની આપ-લે કરતા હતા. આ આરોપીમાં આરીફ લીંબાયતના ગોડાદરાનો અને વસીમ શેખ મૂળ મુંબઈનો રહેવાસી છે. વસીમ શેખ દ્વારા મોબાઈલ મારફતે આરીફને વોટ્સઅપ પર વન્યજીવોના ચામડા અંગેના ફોટો મોકલો હતો. બાદમાં આ ચામડા સુરતમાં ધનાઢ્ય લોકોને આરોપીઓ વેચવાના હતા.
વસીમ મુંબઇથી આ ચામડા સુરત લઈ આવતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. તેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ચાલીસ લાખના ચામડાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ આરોપીઓનો કબ્જો વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વન્યજીવોના આ ચામડા ચોક્કસ ક્યાં રાજ્ય અથવા શહેરમાંથી લાવવામાં આવ્યાં હતાં. તે અંગેની તપાસ હાલ વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.