ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવજાતને તરછોડી ફરાર માતા પકડાઇ - નવજાતને તરછોડી ફરાર માતા પકડાઇ

સુરત નવી સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાંથી શનિવારે બાળકીને મૂકી માતા ફરાર (Mother Absconds from New Civil Hospital Surat ) થઇ હતી. પોલીસ આ ફરાર માતા અને પિતાને બારડોલીથી પકડી લાવી (Bardoli Police Detain Parents of newborn baby )છે.

Abandoned Baby in Surat : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવજાતને તરછોડી ફરાર માતા પકડાઇ
Abandoned Baby in Surat : સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવજાતને તરછોડી ફરાર માતા પકડાઇ

By

Published : Jan 23, 2023, 7:09 PM IST

સુરત : સુરત નવી સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાંથી શનિવારના રોજ 7 દિવસની નવજાત બાળકીને મૂકી માતા અને પરિવાર જતા રહ્યા હતા. આ મામલે પોલીસે માતાની શોધખોળ હાથ ધરી હતી. જોકે આજરોજ પોલીસ માતાપિતાને બારડોલીથી પકડી પરત લઈને આવી છે. શનિવારના રાતે નવજાત બાળકીને મૂકી માતા અને પરિવાર જતા રહ્યાં હતાં.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નવજાતને તરછોડી : સુરતની નવી સિવિલ હોસ્પિટલના NICU વોર્ડમાંથી શનિવારની રાતે 7 દિવસની નવજાત બાળકીને મૂકી માતા અને પરિવાર જતા રહ્યા હતાં. આ મામલે પોલીસે માતાની શોધખોળ હાથ ધરી હતી. જોકે આજરોજ પોલીસે બારડોલી પોલીસની મદદથી માતાપિતાને શોધી સિવિલ હોસ્પિટલ લઈને આવી છે. હાલ તો માતા નવજાત બાળકીને કયા કારણોસર મૂકી જતી રહી હતી તેં જાણી શકાયું નથી. પણ હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બારડોલી પોલીસ માતાપિતાને ડીટેન કરી હોસ્પિટલ લઈ આવી છે.

આ પણ વાંચો Surat Crime News: નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને તરછોડીને માતા ફરાર

નવજાતને તરછોડી ફરાર માતા પકડાઇ :આ મામલે તપાસ કરતા પોલીસ કોસ્ટેબલ હરિજતસિંહે જણાવ્યું હતું કે, આ મામલે અમે હોસ્પિટલના MLC માં આપણે એડ્રેસ મારફતે માતાપિતાની શોધખોળ કરી હતી. પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. જોકે આજરોજ ફરીથી અમે બારડોલી પોલીસને આ અંગે માહિતી આપી હતી કે બારડોલીના મઢી સુગર ફેક્ટરી પાસે આ પરિવાર રહે છે. ત્યારે બારડોલી પોલીસે ત્યાં જઈ તપાસ કરી તો માતાપિતા મળી આવ્યા હતાં. પોલીસે માતાપિતાને ત્યાંથી જ ડીટેન કરી સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા છે. ક્યાં કારણોસર માતાપિતા જતા રહ્યા હતા તેં અંગે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો Surat : હોસ્પિટલમાં એક દિવસના નવજાત શિશુને છોડી માતા પિતા જતા રહ્યા

શું હતી ઘટના :સિવિલ હોસ્પિટલમાં શનિવાર રાતે NICU વોર્ડમાંથી 7 દિવસની નવજાત બાળકીને તરછોડી માતા અને પરિવાર ફરાર થઈ ગયું હતું. જોકે વોર્ડના સ્ટાફ દ્વારા જ્યારે માતાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે માતા અને પરિવાર બંને મળી આવ્યું ન હતું. અંતે NICU વોર્ડના દ્વારા તાત્કાલિક હોસ્પિટલના RMO અને તેં સાથે જ સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સાત દિવસ પહેલા જ સતાબેન લક્ષ્ણભાઈ સોનવણે જેઓ મૂળ બારડોલીના મઢી સુગર ફેક્ટરી પાસે રહે છે. તેઓને પ્રસૂતિની પીડા થતા નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતાં અને તેમણે નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મ થયા બાદ બાળકીની તબિયત સારી ન હોવાને કારણે બાળકીને વધુ સારવાર માટે NICU વોર્ડમાં જ દાખલ કરવામાં આવી હતી. પરંતુ ગઈકાલે મોડીરાત્રે જ માતા અને પરિવાર કોઈ કારણસર બાળકીને મૂકી જતું રહ્યું હતું. પોલીસે ત્યારે MLC એડ્રેસ મુજબ માતાપિતાની શોધખોળ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details