ઉમરગામ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી સુરત : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બલાલકૂવા ગામે જમીન ઝઘડામાં એક પરિવાર પર હુમલો થયો હતો,ચાર જેટલા ઈસમોએ લાકડી તેમજ ધારિયાથી જીવલેણ હુમલો કર્યો હતો ઉમરપાડા પોલીસે ગણતરીની કલાકોમાં જ હુમલાખોરોને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા જે હથિયારોથી હુમલો કરવામાં આવ્યાં તેમાં લાકડી અને ધારિયું પણ જપ્ત કરવામાં આવ્યું છે. હુમલાના આરોપીઓને લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યા છે.
પાડોશીઓએ ઝઘડો કર્યો : સુરતના ઉમરપાડા તાલુકામાં એક પરિવાર પર હુમલો થયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બલાલકૂવા ગામે એક પરિવાર પર હુમલાની ઘટના બની હતી, ફરિયાદી જીનીબહેન જેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન તેમના ઘરની બાજુમાં રહેતા દિનેશભાઈ વસાવા અને તેમનો દીકરો પ્રતીક વસાવાએ આ હુમલો કર્યો હતો. પાડોશી વસાવા પિતાપુત્ર ફરિયાદી જીની બહેનના ઘરે આવ્યા હતા અને ઘર પાસે આવી મોટી મોટેથી બૂમો પાડવા લાગ્યા હતા. સાથે ,તમારી દાદાગીરી બહુ વધી ગઈ છેતમને ખૂબ હોશિયારી છે, અને ગાળો આપવા લાગ્યા હતાં.
આ પણ વાંચો Ahmedabad Crime : ઉછીના પૈસા પરત માંગતા શખ્સે વેપારી પર જાનથી મારી નાખવાનો કર્યો પ્રયાસ, જૂઓ CCTV
મહિલાને માથામાં ધારિયું મારી દીધું : વસાવા પિતાપુત્રના આવા ઝઘડાને લઇ ફરિયાદી જીની બહેન અને તેમનો પુત્ર જેનીશ ઘરની બહાર આવ્યાં હતાં. ત્યારે પાડોશી એવા આરોપી દિનેશ વસાવાના હાથમાં ધારિયું હતું. આરોપી પ્રતીક વસાવાના હાથમાં લાકડી હતી. હુમલાખોરોએ ફરિયાદી જીનીબેનને માથામાં ધારીયું મારી દીધું હતું અને જેનીશને માર મારવા લાગ્યા હતાં, આ વખતે જીનીબેનના પતિ પ્રતાપભાઈ ઘરે આવી ગયા હતાં અને તેમણે પત્ની જીનીબેન અને પુત્રને બચાવવા પ્રયાસ કર્યો હતો.
ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા લોકો ભેગા થઇ જતાં હુમલાખોર ભાગી ગયાં : આ સમયે અન્ય આરોપીઓ ફૂલસિંગ અને તેજસ હાથમાં કુહાડી લઈને દોડ્યા હતા અને પ્રતાપભાઈને ઢોર માર માર્યો હતો. ઝઘડાના કારણે થયેલી બૂમાબૂમને પગલે ફળિયાના લોકો ભેગા થઈ ગયાં હતો. જે જોઇને હુમલોખોરો ભાગી ગયા હતાં. ત્યારે ફળિયાના લોકો દ્વારા ઇજાગ્રસ્ત પરિવારને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. તેમ જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો Vadodara Crime : અજાણ્યા શખ્સે મહિલા પર પથ્થર વડે હુમલો કરી રહેંસી નાખી, જૂઓ CCTV
પોલીસે લીધાં પગલાં : ઘટનાની જાણ ઉમરપાડા પોલીસને થતા જ ઉમરપાડા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉમરગામ પોલીસે ગણતરીની કલાકોમાં જ ચારેય હુમલાખોરોને ઝડપી લીધા હતાં. પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન લીધા હતા અને,હુમલાખોરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતાં. ઉમરપાડા પોલીસ મથકે ફરજ બજાવતા જમાદાર તૃષ્ટિભાઈએ જણાવ્યું હતું કે હાલ આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં છે. પોલીસ દ્વારા હુમલામાં વપરાયેલા લાકડી, ધારિયું વગેરે હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે અને આરોપીઓને લાજપોર જેલમાં ખસેડવામાં આવ્યા છે.