ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime : સુવાલી બીચ પરથી અફઘાની ચરસ મળ્યું, પહેલીવાર દરિયા માર્ગે ચરસની હેરાફેરી પકડાતાં એટીએસ તપાસ કરશે - એટીએસ

દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર દરિયા માર્ગે ચરસની હેરાફેરીનો પ્રથમ કિસ્સો બહાર આવતાં જિલ્લા પોલીસતંત્રમાં ખળભળાટ છે. સુવાલી બીચ પાસે અફઘાની ચરસનો 4.79 કરોડ રુપિયાનો ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલામાં એટીએસ દ્વારા પણ તપાસ થશે.

Surat Crime : સુવાલી બીચ પરથી અફઘાની ચરસ મળ્યું, પહેલીવાર દરિયા માર્ગે ચરસની હેરાફેરી પકડાતાં એટીએસ તપાસ કરશે
Surat Crime : સુવાલી બીચ પરથી અફઘાની ચરસ મળ્યું, પહેલીવાર દરિયા માર્ગે ચરસની હેરાફેરી પકડાતાં એટીએસ તપાસ કરશે

By

Published : Jul 24, 2023, 8:24 PM IST

4.79 કરોડ રુપિયાનો ચરસનો જથ્થો જપ્ત

સુરત : દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર દરિયા માર્ગે ચરસની હેરાફેરીનો પ્રથમ કિસ્સો સામે આવતા હવે તપાસ એટીએસ દ્વારા પણ શરૂ કરવામાં આવશે. સુરત શહેરના સુવાલી બીચ નજીક દરિયા કિનારે ઝાડી ઝંખરામાંથી અફઘાની ચરસનો જથ્થો મળી આવતા પોલીસ પણ દોડતી થઈ હતી. 4.79 કરોડ રૂપિયાનું આ ચરસ કબજે કરી હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. બિનવારસી મળી આવેલ ચરસના જથ્થા ઉપર અફઘાની ભાષામાં લખવામાં આવ્યુ હતું.

પહેલીવાલ દરિયાકાંઠેથી ડ્રગ્સ હેરાફેરી :ડ્રગ્સ માફિયા હવે સુરતના દરિયાકાંઠેથી ડ્રગ્સ હેરાફેરીનો નેક્સેસ ચલાવી રહ્યા છે જે અંગેની જાણ પ્રથમવાર સુરત પોલીસને થઈ છે. સુરત પોલીસ 'નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન' ચલાવી રહી છે. જ્યારે સુરતના જે દરિયા કાંઠે થી ચાર કરોડ રૂપિયાથી પણ વધુનું અફઘાની ચરસ મળી આવતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર છે કે સુરતમાં દરિયા માર્ગે ચરસની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો હોય. સુરત પોલીસને જાણ થઈ હતી કે સુવાલી બીચ પર એરટાઈટ રેપરમાં ચરસના જથ્થા મળી આવ્યા છે. 1 કિલોથી પણ વધુ વજનના 9 જેટલા પ્લાસ્ટિકના એર ટાઈટ રેપરથી બંધાયેલ આ ચરસ મળી આવ્યા હતાં.જેની બજારમાં કુલ કિંમત 4.79 કરોડ છે.

ડ્રગ્સ વિરુદ્ધ પોલીસની ઝૂંબેશ ચાલુ છે. કોઈપણ પ્રકારે સુરતમાં ડ્રગ્સ અમે ઘૂસવા દઈશું નહીં. અગાઉ કચ્છ અને માંડવીથી લઈને જખૌ સુધી દરિયા કિનારે આવા પ્રકારના પેકેટો મળતાં હતાં. હાઈટાઈડમાં આ પેકંટો આવી જતા હતાં. હાલ જે ચરસનો જથ્થો મળ્યો છે તે અંગેની જાણ અમે એટીએસને કરી છે અને સાથે કેન્દ્રીય એજન્સીને પણ સંકલનમાં રાખી છે. આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે...અજય તોમર(સુરત પોલીસ કમિશનર)

માદક પદાર્થ હાઇ ક્વોલિટી અફઘાની ચરસ : સૌથી અગત્યની વાત છે કે સુવાલી બીચ પર મળી આવેલા આ બિનવારસી ચરસના જથ્થા અફઘાનિસ્તાન દેશના થેલામાં મળ્યા છે. આ થેલા ઉપર અરબી ભાષામાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ અફઘાન પ્રોડક્ટ છે. સુરત પોલીસ દ્વારા આ જથ્થો એફએસએલ મોકલવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક અભિપ્રાય તરીકે એફએસએલના અધિકારીઓએ જણાવ્યું છે કે આ માદક પદાર્થ હાઇ ક્વોલિટી અફઘાની ચરસ છે. ચરસ સુવાલી બીચ પર પીળા રંગના મીણિયા કોથળામાંથી મળી આવ્યું છે.

  1. Valsad Crime: પારડી પોલીસે દરોડા પાડ્યા, મા-દીકરો મોજથી વેચી રહ્યા હતા ગેરકાયદેસર વસ્તુ
  2. Charas seized from Banaskantha: અમીરગઢ બોર્ડર પરથી 1 કરોડ 46 લાખ રૂપિયાની કિંમતનું 14 કિલો ચરસ ઝડપાયું
  3. સુરત: 4 કિલોથી વધુ ચરસ સાથે 3 યુવાનોની ધરપકડ

ABOUT THE AUTHOR

...view details