સુરત: આજના સમયમાં યુવાનો મિત્રતા કેળવી તો લે છે, પરંતુ કોની સાથે મિત્રતા કરવી કે ના કરવી કે એ સમજી શક્યા નથી. આજના યુવાનો સોશિયલ મીડિયાના જ્ઞાનથી ભરપૂર જોવા મળે છે. અસલ જીંદગીમાં ખરા-ખોટાની ભાન જ નથી તેવું જોવા મળે છે. આખરે હેરાન થવાનો વારો આવે છે. એવો જ એક બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં મિત્રતા તોડી નાખનાર યુવકે યુવતીના ઘરે જઈ તેને મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ સુરત અઠવા પોલીસે યુવકની ધરપકડ કરી છે.
શું છે આખો કેસઃ સુરતમાં ચૌટા બજાર વિસ્તાર ખાતે એક જ્વેલર્સની દુકાનમાં નોકરી કરનારી 22 વર્ષીય યુવતી અત્યાચારનો ભોગ બની છે. જે નાનપુરા વિસ્તારમાં રહે છે. જેને તેના જ વિધર્મી મિત્રએ એની સાથે મિત્રતા તોડી નાખી હતી. પછી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી પણ દોઢ વર્ષ પહેલા જ્વેલર્સની શોપ નજીક આવેલા એક ફૂટવેરની દુકાનમાં નોકરી કરતો હતો. જ્યાંથી બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આરોપી સુરત શહેરના અમરોલી ખાતે આવેલા કોસાડ આવાસમાં રહે છે. સુરત આઠવાલાઇન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જી.કે.જાડેજાએ સમગ્ર કેસની વિગત હકીકત સાથે સ્પષ્ટ કરી છે.
આ રીતે પરેશાન કરતો:સુરતમાં આવેલા આઠવાલાઇન પોલીસ મથકના ઇન્સ્પેક્ટરે આપેલી માહિતી અનુસાર પહેલા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. છેલ્લા પાંચ છ મહિનાથી યુવતીએ તેની સાથે કોઈ સંપર્ક ન રાખી મિત્રતાને પૂર્ણવિરામ મૂકી દીધું હતું. આરોપીના ફોન રીસીવ કરતી ન હતી. જેના કારણે આરોપી ઈબ્રાહીમ તેને અવારનવાર ફોન કરીને હેરાન કરતો હતો. યુવતીએ તેની સાથે સંપૂર્ણ રીતે વાત બંધ કરી દેતા તે ક્યારે તેના ઘરે તો ક્યારે જવેલર્સ શોપ ઉપર પહોંચીને હેરાન પરેશાન કરતો હતો. તેને મિત્રતા રાખવા માટે દબાણ પણ કરતો હતો. 22 વર્ષીય યુવતીએ આઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ દોસ્તીની ના પાડી તો યુવક ઉશ્કેરાયો હતો. ઇન્સ્પેક્ટર જી.કે.જાડેજા આ કેસમાં વધુ સ્પષ્ટતા કરી છે.