સુરત:શહેર જે રીતે ડાયમંડ અને ટેક્સટાઇલ માટે આખા આખા વિશ્વમાં પ્રખ્યાત છે. તે રીતે દેશમાં સુરત રોજગારી અપાવનાર માટે પણ જાણીતું છે. સુરતમાં લાખોની સંખ્યામાં લોકો બીજા રાજ્યોથી પોતાના સપના લઈને આવે છે. અહીં રોજગારી મેળવી પોતાના પરિવારને આર્થિક મદદરૂપ થતા હોય છે. પરંતુ કોઈક વખત એની ઘટના બની છેકે, અન્ય રાજ્યોમાંથી સુરતમાં રોજગારી માટે આવેલા લોકો પોતાનો જીવ ગુમાવી બેસે છે. તેવી એક ઘટના શહેરના સાચીન વિસ્તારમાં સામે આવી છે.
આગળની તપાસ શરૂ:દિલ્હીથી રોજગારી માટે આવેલા 21 વર્ષીય પ્રજવલ મનોજ વર્મા 1 મહિના પેહલા જ આવ્યો હતો. ગત મોડી રાતે તે કામ ઉપરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે જ તેને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેમનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જો આ ઘટનામાં અડફેટે લેનાર કારચાલક ઉભો રહી યુવકને હોસ્પિટલ લઈને જાતે તો આજે પ્રજવલ જીવત હોત. હાલ આ મામલે સચીન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મિત્રનો ફોન આવ્યો:આ બાબતે મૃતકના પ્રજવલના પિતા મનોજ વર્માએ જણાવ્યુંકે, અમને 6 તારીખે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ પ્રજવલના મિત્રનો ફોન આવ્યો હતોકે, આ રીતે ની ઘટના બની ગઈ છે. અમે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે. જેથી હું પત્ની અને મારી દીકરી અમે ટ્રેન મારફતે સુરત આવી ગયા હતા.ગઈકાલે બપોરે અમે લોકો હોસ્પિટલ આવી ગયા હતા.પરંતુ અમે તેમને મળી શક્યા પણ નહીં. કારણકે પ્રજવલને આઇસીયુ માં રાખવામાં આવ્યો હતો.
આ પણ વાંચો Surat Suicide News : સુરતમાં જૂની સિવિલની બિલ્ડીંગના ચોથા માળેથી મહિલાએ પડતું મુકતા મચી ભાગદોડ
એકનો એક છોકરો:પરિવારનો એકનો એક છોકરો હતો. એમ કરતા કરતા રાત થઈ ગઈ હતી અને રાત્રે 12 વાગ્યાની આસપાસ ડોક્ટરે કહ્યુંકે, તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.તે એક મહિના પેહલા જ સુરતમાં કમાવા માટે આવ્યો હતો.અમારા પરિવારનો એકનો એક છોકરો હતો. તેણે કહ્યું હતુંકે સુરતમાં હું રોજગારી મેળવી તેમની આર્થિક મદદ કરીશ. અને મારી બંને બહેન ને પણ થોડો સહારો થઇ જશે.અમે મૂળ દિલ્હીમાં આવેલ ગીતાનગરમાં રહીએ છીએ.
આ પણ વાંચો Surat News : પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને પકડીને શૂન્ય માર્ક સાથે 250થી 1000નો ફટકાર્યો દંડ
રાત્રે તેમનું મોત:આ બાબતે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણ ડાંગરે જણાવ્યું કે, આ ઘટના 6 તારીખના રાત્રે 11:30 વાગ્યે બની હતી. સુરત નવી સિવિલ પોલીસ ચોકી દ્વારા સચીન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ગઈકાલે મૃતક 21 વર્ષીય પ્રજવલ મનોજ વર્મા જેઓ સચિન વિસ્તારમાં હોજીવાલા માં ટેલીનો કામ કરતો હતો. તેની નાઈટ સીફ્ટ હોવાથી 6 તારીખે રાત્રે દરમિયાન જરૂરી કામ હોવાથી કામ ઉપર જતો ત્યારે જ કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી હતી. આ અકસ્માત માટે ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સારવાર માટે તેમના મિત્રોએ તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. 24 કલાક સારવાર ચાલ્યા બાદ મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું છે.આ મામલે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી છે.