ડમ્પરચાલકને પરિવારે ઝડપી લીધો હતો સુરત : સુરત શહેરમાં સારોલી વિસ્તારમાં આવેલ સ્વાગત સિલ્ક માર્કેટ પાસે સિમેન્ટના ગોડાઉનની બહાર ડમ્પર ચાલકે છ વર્ષના બાળકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સારોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાળકો રમી રહ્યા ત્યારે જ ડમ્પર ચાલકે આ બાળકને અડફેટે લીધો હતો.
બાળકો રમી રહ્યાં હતાં : સુરતમાં 6 વર્ષના બાળકને ડમ્પર ચાલકે અડફેટે લેતા તેનું મોત થવાની ઘટના સામે આવી છે. શહેરના સારોલી વિસ્તારમાં આવેલ સ્વાગત સિલ્ક માર્કેટ પાસે સિમેન્ટના ગોડાઉનની બહાર ત્રણ બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન એક ડમ્પર ચાલકે અડફેટે લેતા બે બાળકોનો આબાદ બચાવ થયો હતો અને એક બાળક ડમ્પરના ટાયરમાં આવી જતા કચડાઈ ગયો હતો અને ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. આ જોઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે ઘટનાની જાણ થતા જ સારોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો Surat News : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા રમતા બાળક ત્રીજા માળેથી પટકાયું
ડમ્પરના ટાયરમાં આવી ગયો બાળક : આ બાબતે મૃતક જીતેનના કાકા રમણે જણાવ્યું કે અચાનકથી ડમ્પર આવ્યો હતો અને ત્યાંજ છોકરાઓ રમી રહ્યા હતા. અમે ત્યાંજ સિમેન્ટની બોરીઓ નાખી રહ્યા હતા. ડમ્પર આવતાં બે છોકરાઓ ભાગી ગયા હતા અને એક બાળક ભાગી શક્યો ન હતો જેથી તે ડમ્પરના ટાયરમાં આવી જતા કચડાઇ ગયો હતો. અકસ્માતે બાદ ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો પરંતુ અમે લોકોએ ડમ્પર ચાલકને પકડી પડ્યો હતો અને પોલીસને બોલાવી ચાલકને સોંપી દીધો હતો. આ ઘટના રાતે 9 વાગ્યે બની હતી. બાળકનું નામ જીતેન ગરવાલ હતું અને તે 6 વર્ષનો હતો.
આ પણ વાંચો Surat news : આઈસરનું ટાયર ફરી વળતા 4 વર્ષના માસૂમ બાળકનું થયું મૃત્યુ
શ્રમજીવી પરિવારનો બાળક :આ બાબતે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ કોસ્ટેબલ વિનોદ ચૌધરીએ જણાવ્યુંકે,હા ઘટના ગઈકાલે રાતે 9 વાગ્યેની આસપાસ બની છે. આ ઘટનામાં મૃતક બાળક જેનું નામ જીતેન ગરવાલ હતું તે 6 વર્ષનો હતો. તેનું તો ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં રાતે 10:30 વાગ્યે લાવવામાં આવ્યો હતો. હાલ બાળકના મૃતદેહને પીએમ રૂમમાં મુકવામાં આવ્યો છે. તેના પિતા મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના વધુ બે પુત્રો પણ છે. એક આઠ વર્ષનો બાળક અને બીજો સાત વર્ષનો બાળક છે અને આ છ વર્ષનો બાળક હતો. સામાન્ય પરિવાર છે. તેઓ મૂળ મધ્યપ્રદેશના ધનપરા ગામના છે. અક્સમાત સર્જનાર ડમ્પર ચાલકને પરિવારે પકડી લીધો હતો અને તેઓએ અમને સોંપ્યો હતો.