સુરત : સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બે અઠવાડિયા પહેલાં ગત ૭ જુલાઇના રોજ ડીઆરઆઇએ 44 કિલો ગોલ્ડ સાથે ઇમિગ્રેશન પીએસઆઇ અને ત્રણ કેરિયર સહિત કુલ ચારની ધરપકડ કરી હતી. બે દિવસ પહેલાં જ ડીઆરઆઇએ ભરૂચના કોંઢ ગામ ખાતે ડેપ્યુટી સરપંચને ત્યાં પણ તપાસ કરી હતી. અત્યાર સુધી આ કેસમાં કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઇને આ સમગ્ર કેસમાં ગોલ્ડના રૂપિયા હવાલા થકી વિદેશમાં મોકલવામાં આવતા હોવાની આશંકા જણાતા વધુ તપાસ માટે ઇડી પણ જોડાશે.
બાથરૂમમાંથી પણ 4 કિલો સોનું મળી આવ્યું હતું : ડીઆરઆઇના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ગત 7 જુલાઇના રોજ ડીઆરઆઈએ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એરપોર્ટ પર ત્રણ કેરિયર પાસેથી 44 કિલો સોનું ઝડપી પાડ્યું હતું અને ત્યારબાદ બાથરૂમમાંથી પણ 4 કિલો સોનું મળી આવ્યું હતું. અત્યાર સુધીની ડીઆરઆઈની તપાસમાં દુબઇથી સલમાન પેનવાલા નામનો શખ્સ સોનું મોકલતા હોવાનું અને આ સોનું મુંબઇ મોકલવા માટે હતું તેવો ખુલાસો થયો છે.
બેંક ટ્રાન્જેક્શન ડિટેલ ઇડીને મોકલવામા આવશે : તે સિવાય તેમાં સ્થાનિક સ્તરે ભરૂચના કોઢના ડેપ્યુટી સરપંચની પણ સંડોવણી બહાર આવી છે. જોકે, આ સોનું કોને ત્યાં મોકલવાનું હતું તે ખુલાસો થયો નહોતો. ડીઆરઆઇએ તમામ આરોપીઓની બેંક ટ્રાન્જેક્શન ડિટેલ પણ તપાસી છે. વિદેશથી સોનું મંગાવ્યા બાદ કોને ગોલ્ડ મોકલવાના હતાં તે અંગેની તપાસ હાથ ધરાઇ છે. જેની વિગત ઈડીને પણ કેસ ટૂંક સમયમાં મોકલવામાં આવશે.
કેરિયરને પ્રતિ રાઉન્ડ 10 થી 15 હજાર રૂપિયા અપાતા : દુબઈથી સુરત પ્લેનના માધ્યમથી ગોલ્ડ લાવનાર કેરિયરને પ્રતિ રાઉન્ડ 10 થી 15 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. એટલું જ નહીં સુરત એરપોર્ટના વોશરૂમમાંથી જે ચાર કિલો ગોલ્ડ મળી આવ્યું છે તે આરોપી સસ્પેન્ડેડ PSI પરાગ દવે કોને આપવાનો હતો તે અંગેની પણ તપાસ વેગવંતી કરવામાં આવી છે. કોઢ ગામના ડેપ્યુટી સરપંચ ડીઆરઆઇની તપાસ શરૂ થતા જ વિદેશ નાસી રહ્યો છે.
- Surat Crime: નામચીન બિલ્ડર સુમિત ગોયન્કા સહિત 7 સામે 1.65 કરોડની ચીટિંગનો ગુનો દાખલ
- Gold Smuggling: શારજહાથી 30 લાખનું સોનુ છુપાવીને લાવનાર યુવકની અટકાયત, શરીરમાંથી મળી કેપ્સુલ
- Gold Smuggling: દુબઈથી 27 કરોડ રૂપિયાનું સોનું લિક્વિડ ફોર્મમાં લાવતા સુરત એરપોર્ટ પર ચાર લોકોને ઝડપી પડાયા