સુરતમાં વડાપ્રધાન મોદી પર છપાયેલા પુસ્તકે બે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા - Gujarati News
સુરત: શહેરમાં વડાપ્રધાન મોદી પર છપાયેલા પુસ્તકે બે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા છે. રેકોર્ડની વાત કરીએ તો કવર પેજનું 101 શહેરોમાં વિમોચન કરવામાં આવ્યુ હતુ અને બીજો રેકોર્ડ મોદીજીના શપથથી 48 કલાક પહેલા બુક છાપી હતી. જેમાં 24 કલાક પહેલા સુધીની તમામ માહિતી સામેલ છે.
સુરતમાં પ્રધાનમંત્રી મોદી પર છપાયેલ પુસ્તકે સર્જ્યા બે વર્લ્ડ રેકોર્ડ
પીએમ નરેન્દ્ર મોદી પુસ્તકના કવરપેજનું વિમોચન 14મી ફેબ્રુઆરી, 2019 વેલેન્ટાઇન ડેના દિવસે દેશ વિદેશના 101 શહેરોમાં કરવામાં આવ્યું હતું. જેને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જ્યાં નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી તરીકેની શપથવિધિના 48 કલાક પહેલા પુસ્તક છાપી અને તેમાં 24 કલાક પહેલા સુધીની તમામ માહિતી ( જીત પછી બનારસ મંદિર દર્શન 27મે) આપવામાં આવી હતી.