ગુજરાત

gujarat

ETV Bharat / state

અર્જુન મોઢવાડિયા સામે 5 કરોડનો માનહાનિનો દાવો,સુરત કોર્ટનું આવ્યુ તેડુ - Arjun modhvadiya

સુરત: લિંબાયતની ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા સામે 5 કરોડનો માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. સંગીતા પાટીલની BAની પરીક્ષાને લઈ કરવામાં આવેલી ટ્વિટ કોંગ્રેસ નેતા ને ભારી પડી શકે છે. કોર્ટમાં કરાયેલા દાવા બાદ અર્જુન મોઢવડિયાને સુરત કોર્ટનું તેંડુ આવ્યુ છે. મોઢવડિયાને 25મી ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.

surat

By

Published : Feb 5, 2019, 2:11 PM IST

સુરત લીંબાયત વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હતી. તેમાં તેમણે ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ શિવસેનાના સુરતના નેતા દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે તપાસમાં સંગીતા પાટીલે ગેરરીતિ ન આચરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સંગીતા પાટીલે ટ્વિટર પર ટ્વીટ કર્યુ હતું.

surat

સંગીતા પટિલના ટ્વિટ બાદ 2 જૂને અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યુ હતું કે, ‘FAKE IS USP OF BJP...’ જેને લઈ સંગીતા પાટીલ વિફર્યા હતા અને કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા સામે માનહાનિનો દાવો સુરતની કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે અર્જુન મોઢવાડિયાને 25 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા કોર્ટ દ્વારા આદેશ કરાયો છે. સંગીતા પાટીલે મોડવાઢીયા ઉપર 5 કરોડ રૂપિયાનો માનહાનીનો દાવો કર્યો છે.

એક ટ્વિટના કારણે અર્જુન મોઢવાડિયાની મુશ્કેલી વધી શકે છે. ધારાસભ્ય સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હતી. તેમાં તેમણે ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે તપાસમાં પાટીલે ગેરરીતિ ન આચરી હોવાનું સામે આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details