સુરત: 'સંસાર અસાર છે.' આ વિચાર જીવનમાં સાકાર થાય તો જીવને સંસારમાં આસક્તિ રહેતી નથી. આ જ વિચાર સુરતના એક સુખી દંપત્તિના જીવનમાં સાકાર થયો છે અને તેમને દીક્ષા લઈ સન્યાસ માર્ગે પ્રયાણ કરવાનું નક્કી કર્યું છે. સુરતના હીરા વેપારી દિપેશભાઈ શાહ અને તેમના પત્ની પીકાબેન શાહ દીક્ષાની તારીખ માટે પોતાની જેગુઆર કારમાં ગુરુદેવ રશ્મિરત્નસુરિજીની નિષ્ણામાં પહોંચ્યા હતા.'અહો ગુણ શ્રામુણ્ય' સંયમ મૂર્ત ઉત્સવ અંતર્ગત હીરાના વેપારીનું દીક્ષા મહુર્ત યોજાશે. તેમના પરિવારમાં સન્યાસ માર્ગે પ્રયાણ નવું નથી. તેમના સુપુત્ર અને સુપુત્રી અગાઉ દીક્ષા લઈ ચૂક્યા છે. તેમના પુત્રને દીક્ષા લીધે 10 વર્ષ થયા છે જ્યારે પુત્રીને દીક્ષા લીધે 6 વર્ષ થયા છે.
જેગુઆર કારમાં દીક્ષા મુહૂર્ત લેવા પધાર્યાઃ વૈભવી જીવન જીવતા આ દંપતિ જેગુઆર કારમાં બેસી ઉમરા જૈન સંઘમાં દીક્ષા મુહૂર્ત મેળવવા માટે પહોંચ્યા હતા. પોતાની કરોડો રૂપિયાની પ્રોપર્ટી તેઓ છોડીને હવે દીક્ષા લેશે. 20 ઓગસ્ટનાા રોજ 51 વર્ષીયા દિપેશ શાહ અને તેમની 46 વર્ષીય પત્ની પીકાબેન શાહ ઉમરાજન સંઘમાં દીક્ષા મહુર્ત ગ્રહણ કરવા માટે તેમના ગ્રીહ આંગણેથી ગાજતે વાસતે શોભાયાત્રા લઈને પધારશે. વેપારી દીપેશ શાહનો પરિવાર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો છે. આજ દિન સુધી તેઓ વૈભવી જીવતા આવ્યા છે પરંતુ હવે તેઓ પોતાની પત્ની સાથે સંયમના માર્ગે ચાલવા દીક્ષા ગ્રહણ કરશે. તેઓ દીક્ષા લેશે અને તેમના મોટા પુત્ર તેમના વેપાર સંભાળશે.
જે સુખ અને સંતુષ્ટી સંયમના માર્ગે છે તે સાંસારીક જીવનમાં નથી તેથી મેં પત્ની સાથે દીક્ષા લેવા માટે નિર્ણય લીધો છે. હું ઘણા વર્ષોથી દીક્ષા લેવાનું વિચારી રહ્યો હતો...દિપેશભાઈ શાહ(હીરાના વેપારી)