ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત કોંગ્રેસ કોર્પોરેટરને વિદેશમાંથી જાનથી મારી નાખવાની મળી ધમકી - Pakistan

સુરત: કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડીયાને આંતરરાષ્ટ્રીય સ્તરેથી ફોન કોલ્સ અને મેસેજીસ દ્વારા ધમકી છે. કાછડીયાએ સોશીયલ મીડિયા પર ચાઇનાની ચીજ-વસ્તુઓની બહિષ્કાર કરતો વીડિયો લોકજાગૃતિ માટે વાયરલ કરાતાં આંતરરાષ્ટ્રીય સ્તરેથી ફોન કોલ્સ અને મેસેજીસ દ્વારા ધમકી મળી છે. જેની ફરિયાદ કાછડિયા દ્વારા પોલીસ કમિશનર કચેરીમાં કરી છે.

સુરત કોંગ્રેસ કોર્પોરેટરને વિદેશમાંથી જાનથી મારી નાખવાની મળી ધમકી

By

Published : Sep 9, 2019, 4:13 AM IST

સુરત કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે, ખાસ પોતાના મતવિસ્તારની સમસ્યાને લઈ અવાર નવાર પોસ્ટ મુકતા હોય છે. પરન્તું આ વખતે જ્યારે તેઓએ સોશીયલ મીડિયા પર ચાઇનામાં બનેલ માલ-સામાનનો બહિષ્કારનો વીડિયો લોકજાગૃતિ અર્થે મુક્યો ત્યારે તેઓને ચીમકી આપવામાં આવી હતી. આ ચીમકી આંતરાષ્ટ્રીય સ્તરથી મળી છે.

સુરત કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડીયા પાકિસ્તાનથી મળી જાનથી મારી નાખવાની ધમકી
કાછડિયાને અશ્લીલ શબ્દો અને પોસ્ટ થકી તેમના સોશીયલ મીડિયા પોસ્ટ પર આ મેસેજ પણ આવ્યા છે. કોર્પોરેટરના જણાવ્યાનુસાર તેમણે આ વીડિયો લોકોની જનજાગૃતિ માટે મુક્યો હતો. પરંતુ વીડિયો મુક્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરેથી તેમના પર અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોન કોલ્સ અને મેસેજીસ દ્રારા ધમકીઓ આપવામાં આવી છે. જે અંગે પોતે પોલીસ કમિશનરમાં આ અંગે લેખિતમાં રજૂવાત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details