ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Corona Update: ગ્રામ્યના એક પણ તાલુકામાં આજે Coronaના કેસ 10ને પાર નહીં - સુરત કોરોના અપડેટ

સુરત ગ્રામ્યમાં આજે મંગળવારે Coronaના 30 Positive Case નોંધાયા છે. આ સાથે જ Corona Virusના લીધે બારડોલી-પલસાણામાં 1-1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઉપરાંત મંગળવારે 63 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હાલ 874 દર્દીઓ હોસ્પિટલમાં Coronaની સારવાર હેઠળ છે.

Surat Corona Update
Surat Corona Update

By

Published : Jun 8, 2021, 10:09 PM IST

  • ગ્રામ્યમાં મંગળવારે Coronaમા માત્ર 30 કેસ નોંધાયા
  • Coronaના લીધે એક મહિલા અને યુવકનું થયું મોત
  • ગત થોડા દિવસથી સુરત ગ્રામ્યમાં Corona Caseમાં ઘટાડો

સુરતઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગત થોડા દિવસથી Corona Postive Caseમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઈને હાલ આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે. સુરત ગ્રામ્યમાં આજે મંગળવારે Corona Virusના માત્ર 30 Positive Case નોંધાયા હતા,જ્યારે Corona Virusના લીધે કામરેજ અને પલસાણામાં સારવાર દરમિયાન 1-1 દર્દીનું મોત થયું હતું. આ સાથે જ મંગળવારે વધુ 63 Coronaની સારવાર લઇને સ્વસ્થ થયા છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગ્રામ્યમાં Corona Caseનો આંક 31,699 પર અને મુત્યુઆંક 473 પર પહોંચી ગયો હતો, જ્યારે સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 30,353 પર પહોંચી હતી.

આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં Coronaના વધુ 269 Positive Case નોંધાયા

મંગળવારે એક પણ તાલુકામા Corona Case 10ને પાર નહીં

મંગળવારે જિલ્લાના 9 તાલુકામા નોંધાયેલા Corona Case સિંગલ ડિજિટમાં જ રહ્યા હતા. ચોર્યાસીમાં 02, ઓલપાડ 05, કામરેજ 01, પલસાણા 02, બારડોલી 06, મહુવા 05, માંડવી 04 અને માંગરોળમાં Coronaના 05 કેસ નોંધાયા હતા, જ્યારે બારડોલી ખાતે 62 વર્ષીય મહિલાનું અને પલસાણાના 38 વર્ષીય યુવકનું Corona Virusના લીધે મોત થયું હતું.

આ પણ વાંચોઃ Surat Corona Update: છેલ્લા 24 કલાકમાં 2,155 Positive Case નોંધાયા

ABOUT THE AUTHOR

...view details