સુરત: સુરતમાં 20 દિવસ બાદ કોરોના પોઝેટીવનો પ્રથમ કેસ સામે આવ્યો (surat corona news) છે. શહેરમાં દુબઇથી પ્રવાસ કરીને આવેલા 25 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો (young man from Dubai is corona positive) છે. ગત 30 નવેમ્બરના રોજ વેપાર માટે દુબઈ ગયો હતો ત્યાંથી આવીને તેમનું સુરત એરપોર્ટ ઉપર રેપિડ-RTPCR ચેક કરવામાં આવ્યું હતું. યુવકનો પોઝિટિવ સેમ્પલ જીનોમ સિકવન્સીંગ માટે GRBC ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યો (sample was sent for genome sequencing) છે.
આ પણ વાંચોCM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક; 31 ડિસેમ્બર ઉજવણી-પતંગ મહોત્સવ બાબતે ચર્ચા
સેમ્પલને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યાં: જીનોમ સિક્વન્સિંગ જાણી શકાશે કે તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટમાં કયા પ્રકારના વેરિયન્ટ છે. ઉપરાંત યુવકના પરિવારના ચાર સભ્યોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તમામ સભ્યો નેગેટિવ આવ્યા છે. યુવકને હાલ હોમ આઇસોલેશનમાં જ સારવાર માટે રાખવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 7 ડિસેમ્બરના રોજ કોરોનાનો છેલ્લો કેસ નોંધાયો હતો. આજે ફરી પાછી કોરોનાનો 1 કેસ નોંધાયો છે. કોરોના સંક્રમણ અટકાવવા માટે જે રીતે મ્યુનિસિપલ કોર્પોરેશન સતર્ક થઈ ચૂક્યું છે તે રીતે જ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ પોતાની સતર્કતા દાખવતા શહેરની તમામ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓને કોવીડ-19 ના નિયમો નું પાલન કરવા માટે આદેશ કર્યો છે.