- અનોખી પ્રચારનીતિ આકર્ષણનું કેન્દ્ર બનશે
- કોંગી મહિલા ઉમેદવારે 1000 પ્રિન્ટેડ સાડી કાર્યકર્તાઓ માટે બનાવડાવી
- જંગી વોટ સાથે કોંગ્રેસ જીતશે તેવી આશા
સુરત: મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ભલે સોનિયા ગાંધી ,પ્રિયંકા ગાંધી અથવા રાહુલ ગાંધી આવી શકે નહીં, પરંતુ તેમના સમર્થક મહિલા કોંગ્રેસના કાર્યકર્તા અને વૉર્ડ નંબર એકથી ઉમેદવાર પારુલ બારોટ ઉમેદવારીપત્રક ભરવા પહેલા 1000 મહિલા કાર્યકરો સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના ફોટાવાળી પ્રિન્ટેડ સાડી પહેરીને આવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, તેમના લીડર ભલે ન આવી શકે, પરંતુ આ સાડી થકી તેમની હાજરી રહેશે.
સુરતના કોંગ્રી મહિલા ઉમેદવારે સોનિયા, પ્રિયંકા અને રાહુલ ગાંધી સાથે પોતાના ફોટાવાળી પ્રિન્ટેડ સાડી બનાવડાવી આ વખતે જંગી લીડથી વૉર્ડ નંબર 1માં કોંગ્રેસ આવશે
પારુલ બારોટે જણાવ્યું હતું કે, આ વખતે વધારે લીડથી વૉર્ડ નંબર 1માં કોંગ્રેસ આવશે અને અત્યાર સુધી જે ભાજપના કોર્પોરેટર્સે કાર્ય નથી કર્યું તે કોંગ્રેસ દ્વારા થશે. સુરતના કોંગ્રી મહિલા ઉમેદવાર પારૂલબેનની સાથે તેમના પતિએ કલ્પેશ બારોટ પણ હાજર રહ્યા હતા. જેમને 26 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. વૉર્ડ નંબર 1માં બક્ષીપંચ મહિલાની રિઝર્વેશનમાં હતી. જેથી તેમની પત્નીને આ બેઠક મળી છે અને તેમને જણાવ્યું હતું કે, 'જંગી લીડથી તેમની પત્ની અને પેનલ જીતશે'