ગુજરાત

gujarat

ETV Bharat / state

ટીઆરબી જવાનો માટે હવે કોંગ્રેસ હાઇકોર્ટ જવાની તૈયારી બતાવી, ટીઆરબી જવાનોએ સૂત્રોચ્ચાર કર્યા - ટીઆરબી જવાન

સુરતમાં કોંગ્રેસ કાર્યાલયે મોટી સંખ્યામાં ટીઆરબી જવાનોએ એકત્ર થઇ સૂત્રોચ્ચાર કરી છૂટા કરી દેવાનો નિર્ણય પરત લેવામાં આવે તેવી માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે અમુક વર્ષથી ટીઆરબી જવાન તરીકે કાર્ય કરતાં કર્મીઓને અલગ અલગ તબક્કામાં છૂટા કરવાનો ડીજીપી વિકાસ સહાય દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

ટીઆરબી જવાનો માટે હવે કોંગ્રેસ હાઇકોર્ટ જવાની તૈયારી બતાવી, ટીઆરબી જવાનોએ સૂત્રોચ્ચાર કર્યા
ટીઆરબી જવાનો માટે હવે કોંગ્રેસ હાઇકોર્ટ જવાની તૈયારી બતાવી, ટીઆરબી જવાનોએ સૂત્રોચ્ચાર કર્યા

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 7:28 PM IST

'ટીઆરબી જવાનોની પરેશાની

સુરત : ટીઆરબી જવાનોને લઈ રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવાયો છે તેને લઈ રાજ્યના શહેરોમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોમાં ભારે ચિંતા ફેલાયેલી છે. ત્રણ અને પાંચ વર્ષથી કોન્ટ્રાક્ટ આધારિત ટીઆરપી જવાન તરીકે ફરજ બજાવનાર લોકોને છૂટા કરી દેવાના આદેશ પગલે એક તરફ રોષનો માહોલ છે ત્યારે બીજી બાજુ આ મુદ્દે હવે કોંગ્રેસ ટીઆરપી જવાનોના તરફેણમાં હાઇકોર્ટ જવાની તૈયારી બતાવી છે.

કોંગ્રેસ ટીઆરબી જવાનોની લડત લડશે : હાલમાં જ રાજ્ય સરકારે રાજ્યના 6,000 થી પણ વધુ ટીઆરપી જવાનોને છૂટા કરવાનો નિર્ણય લીધો છે જેને લઇ રાજ્યભરમાં રોષ ફેલાયો છે. રાજ્ય સરકાર પોતાનો પરિપત્ર પરત ખેંચે તેવી માંગ સુરત ટીઆરબીના જવાનો દ્વારા કરવામાં આવી હતી. એટલું જ નહીં, ટ્રાફિક સુચારુરૂપથી ચાલે આ માટે હંમેશા કાર્યરત રહેનાર ટીઆરબી જવાનોના તરફેણમાં હવે કોંગ્રેસ પણ આવી ગઈ છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે આશરે 150થી વધુ ટીઆરબી જવાનો એકત્ર થયા હતા અને સૂત્રોચાર કરી આ નિર્ણય પરત લેવામાં આવે તેવી માંગ કરી હતી. કોંગ્રેસ કાર્યાલય ખાતે આવેલા ટીઆરપી જવાનો ન્યાય મળી શકે આ માટે હવે કોંગ્રેસ લીગલ સેલ હાઇકોર્ટમાં પણ જવાની તૈયારી બતાવી છે.

આ સંપૂર્ણ લેબર કાયદાનું ઉલ્લંઘન છે. અમે ટીઆરપી જવાનો તરફથી હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરીશું અને આ લોકો માટે લડત આપીશું. એક સાધારણ નોટિફિકેશનથી હજારોની સંખ્યામાં લોકોને નોકરી પરથી કાઢવાનો નિર્ણય આ યોગ્ય નથી. આ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. એક જ ટ્રસ્ટ બનાવવાનું અને આ ટ્રસ્ટની અંદર સરકાર પૈસા જમા કરે અને આ ટ્રસ્ટ છોકરાઓને પૈસા ચૂકવે અને આને નામ આપવાનું માનદસેવા. જ્યારે આ લોકો તરફ જોવામાં આવે ત્યારે આ લોકો શું માનદ સેવા આપવા યોગ્ય છે ? આ તમામ બેરોજગાર થઈ જશે તેમને નોકરીની જરૂરિયાત છે. આ માટે કોંગ્રેસ હાઇકોર્ટમાં જશે..ઝમીર શેખ (કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ)

પ્રતિ દિવસ પગારમાં 300 રૂપિયા : મહિલા ટીઆરબી જવાન સુમિત્રાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી હું ટીઆરબીમાં ફરજ બજાવું છું. પ્રતિ દિવસ પગારમાં 300 રૂપિયા આપવામાં આવે છે. અમે કલાકો ઉભા રહીએ છીએ, તડકા હોય વરસાદ હોય કે શિયાળો હોય. ગૃહપ્રધાનેે આવું ન કરવું જોઈએ.અમે તેમને કહીશું કે તેઓ યોગ્ય નિર્ણય લે. અમે ભાડાંથી રહીએ છીએ અને છોકરાઓ ભણે છે આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી.

સરકાર યોગ્ય નિર્ણય લે એ અમારી વિનંતી છે : મહિલા ટીઆરબી જવાનકવિતા રાઠોડે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી હું ફરજ બજાવી રહી છું. અમને ખબર નથી અમને શા માટે છૂટા કરવામાં આવી રહ્યાં છે. અમારી એટલી જ વિનંતી છે કે અમારા પરિવારમાં નાના નાના બાળકો છે. પરિવારમાં ઘણી સમસ્યા છે અને અમે ભાડાથી રહીએ છીએ જેથી સરકારી યોગ્ય નિર્ણય લે એ અમારી વિનંતી છે.

8400 રૂપિયામાં કઈ રીતે ઘર ચલાવીએ : મહિલા ટીઆરબી જવાન મણીબેન કટારાએ જણાવ્યું હતું કે 15 વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવું છું. અત્યારે મારી 45 વર્ષની ઉમર થઈ છે. બીજી કઈ જોબ શોધવા માટે જવું. છોકરાઓ શાળાએ જાય છે ફી ભરવાની હોય છે. 8400 રૂપિયામાં કઈ રીતે ઘર ચલાવીએ. હર્ષ સંઘવીને અમે આટલું જ કહેવા માગીએ છીએ કે અમારી માંગ પૂર્ણ કરો અમને નોકરી ઉપરથી નહીં કાઢો.

  1. સાહેબ ફક્ત 5 મિનિટ આપો, રજૂઆત કરવા દ્યો ! શિક્ષક બનવાની વાટ જોતા ઉમેદવારની વ્યથા
  2. ટ્રાફિક વિભાગ દ્વારા TRB જવાનો માટે વિવાદિત પરિપત્ર

ABOUT THE AUTHOR

...view details