કોંગ્રેસ કોર્પોરેટર કપિલા પટેલે ફરિયાદી પાસે રૂપિયા 1 લાખની લાંચ માંગી હતી. કપિલાએ સુરત મનપા કમિશનર ને ગેરકાયદે બાંધકામ અંગેની ફરિયાદ કરી હતી. સમાધાન પેટે લાંચ માંગતા 50 હજારમાં પતાવટ થઈ હતી. જ્યાં કોર્પોરેટરના પતિ પલકેશ પટેલના કહેવા પર હિતેશ પટેલે લાંચ સ્વીકારી હતી.
કોંગ્રેસની મહિલા કોર્પોરેટર અને તેના પતિ લાંચમાં ઝડપાતા ફરાર - surat Congress
સુરત: મહાનગરપાલિકાની કોંગ્રેસની મહિલા કોર્પોરેટર અને તેના પતિ દ્વારા ગેરકાયદેસર બાંધકામ ન તોડવા 1 લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. સુરત ACB દ્વારા મહિલા કોંગ્રેસી કોર્પોરેટર કપિલા પટેલ, તેના પતિ સહિત વચેટિયા હિતેશ મનુભાઈ 50 હજારની લાંચ સ્વીકારતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા હતા. ઘટના બાદ કોર્પોરેટર અને તેના પતિ ઘટનાસ્થળ થી ફરાર છે.
etv bharat
સુરત ACB દ્વારા મહિલા કોંગી કોર્પોરેટર કપિલા પટેલ અને તેના પતિના નિવાસસ્થાને તપાસ શરૂ કરવામા આવી હતી. ઘટના બાદ કોંગી કોર્પોરેટર કપિલા પટેલ અને તેનો પતિ પલકેશ પટેલ ફરાર થઈ ગયા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.